Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકા પાકિસ્તાનને મળનારી દરેક પ્રકારની સહાય બંધ કરશે, આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરશે

- સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના એમ્બેસેડર નીકી હેલેની જાહેરાત

વોશિંગ્ટન, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષના પહેલા જ દિવસે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આડેહાથ લીધુ હતું. ફરી આ જ મુદ્દે પાકિસ્તાનને અમેરિકાએ ઘેર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના એમ્બેસેડર નીક્કી હેલેએ જણાવ્યું હતું કે ટ્રમ્પે પાકિસ્તાનને લઇને જે પણ નિર્ણયો લીધા છે તે યોગ્ય છે. પાકિસ્તાનને અમેરિકાએ સહાય આપવાની બંધ કરી દીધી છે. અને સાથે એ કડક સંદેશો પણ આપવામાં આવ્યો છે કે કોઇ પણ સંજોગોમાં અમે આતંકવાદને સહન નહીં કરી લઇએ. પાકિસ્તાન વર્ષો સુધી બેવડા ધોરણો અપનાવતુ રહ્યું છે.

ટ્રમ્પની કાર્યવાહી યોગ્ય, આગામી દિવસોમાં વધુ આકરા પગલા માટે પાકિસ્તાન તૈયાર રહે તેવી ચીમકી
નીક્કી હેલેએ જણાવ્યું હતું કે એક તરફ પાકિસ્તાન એવા દાવા કરે છે કે તે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરશે જ્યારે બીજી તરફ આ જ પાકિસ્તાન આતંકીઓને રક્ષણ આપી રહ્યું છે. આમ બેવડા ધોરણો અપનાવી વર્ષો સુધી પાકિસ્તાન અમેરિકાને મુર્ખ બનાવતું રહ્યું છે. અમેરિકાએ બે દિવસ પહેલા જ પાકિસ્તાનને મળનારી દરેક પ્રકારની આર્થિક સહાયને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને નીક્કી હેલેએ યોગ્ય ઠેરવ્યો હતો. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા હેથર નૌર્ટે જણાવ્યું હતું કે પાકિસ્તાન એક મહત્વનો મિત્ર દેશ હતો પણ હવે તે આતંકવાદ તરફ આગળ વધી ગયો છે. અમેરિકા તેની વિરુદ્ધ વધુ આક્રામક કાર્યવાહી કરી શકે છે.

અમેરિકાએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જવાબ આપતા કહ્યું હતું કે કોઇ પણ સંજોગોમાં અમે આતંકવાદને સહન નહીં કરીએ અને આગામી દિવસોમાં વધુ આક્રામક પગલા લેવા જઇ રહ્યા છીએ માટે પાકિસ્તાન અત્યારથી જ અમારી વાત માનીને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શરુ કરી દે નહીં તો પરિણામ ભોગવવું પડશે.

અમેરિકાના દબાણ હેઠળ હાફિઝ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી : પાક.નો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આકરી ચેતવણી આપી હતી, જે બાદ પાકિસ્તાન સરકારમાં દોડધામ મચી ગઇ હતી અને તાત્કાલીક ધોરણે હાફિઝ સઇદના સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવી પડી હતી. હાફિઝના બન્ને સંગઠનો જમાત ઉદ દાવા અને ફલહ એ ઇન્સાનીયત પર ફંડ ઉઘરાવવા પર પ્રતિબંધ મુકાયો હતો. બીજી તરફ પાકિસ્તાને દાવો કર્યો હતો કે અમે જે પણ પગલા આ સંગઠનો વિરુદ્ધ લીધા તેમાં અમેરિકાના દબાણનો કોઇ જ હાથ નથી. અમે સ્વેચ્છાએ આ સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આગામી વર્ષે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે આવી સ્થિતિમાં હાફિઝ સઇદ પણ ચૂંટણી લડવા માગે છે જેને પગલે પણ પાક.ના સત્તાપક્ષને ખતરો જણાતા કાર્યવાહી કરાઇ રહી છે.

Post Comments