Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાએ મિસાઇલથી સજ્જ મોમ્બર પ્લેન ઉ. કોરિયા પરથી ઉડાવ્યા

- કિમ જોંગનું નાક દબાવવા ટ્રમ્પે સૈન્યની મદદ લીધી

- અમેરિકાએ ઉત્તર કોરિયાનો વ્યાપાર ઠપ કરવા માટે શીપ પર પ્રતિબંધ મુક્યો : અંતીમ પગલા અંગે ચર્ચા કરવા માટે ટ્રમ્પે સૈન્યના અધિકારીઓની સાથે બેઠક યોજી

વોશિંગ્ટન, તા. ૧૧ ઓક્ટોબર બુધવાર 2017

ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે ભારે તકરાર ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે તાનાશાહી દેશ ઉત્તર કોરિયાને પાઠ ભણાવવા માટે ટ્રમ્પે મક્કમ મન બનાવી લીધુ છે. ટ્રમ્પે અગાઉ સૈન્ય કાર્યવાહીની પણ ચીમકી આપી હતી. આ સ્થિતિ વચ્ચે હવે અમેરિકાએ ઉત્તર કોરિયા પરથી ફરી બોમ્બર પ્લેન ઉડાવ્યા હતા. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાનંુ નાક દબાવવા માટેના અન્ય પગલાઓ અંગે ચર્ચા કરી હતી.

થોડા દિવસ પહેલા જ ઉત્તર કોરિયાએ જાપાન પરથી મિસાઇલ છોડી હતી. જ્યારે છઠ્ઠી વખત પરમાણુ પરિક્ષણ કર્યુ હતું. જેને પગલે અમેરિકા ફરી હરકતમાં આવ્યું છે અને આકરા પગલાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના જે બોમ્બર ઉત્તર કોરિયા પરથી ઉડાવવામાં આવ્યા હતા તેમાં જાપાની પ્લેનોનો પણ સમાવેશ થાય છે. સૈન્ય ઉપરાંત આર્થીક મોરચે પણ અમેરિકા હવે ઉત્તર કોરિયાનું નાક દબાવી રહ્યું છે. અમેરિકાએ ઉત્તર કોરિયાથી આવતો કોલસાનો સપ્લાય બંધ કરી દીધો છે. સમુદ્રી માર્ગેથી આવતી આશરે ચાર જેટલી ઉત્તર કોરિયાની શીપ પર પ્રતિબંધ મુકી દીધો હતો.

બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ટોચના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી અને ઉત્તર કોરિયાની સામે પગલા લેવાની આગામી રણનીતીની ચર્ચા કરી હતી. જે બોમ્બરને ઉત્તર કોરિયા પરથી ઉડાવવામાં આવ્યા હતા તે અતી સક્ષણ યુદ્ધ વિમાનો છે. આ બન્ને બોમ્બર્સને બી-૧બી અને ફાઇટર પ્લેન એફ-૧૫કે તરીકે ઓળખવામાં આવે છે. આ બન્ને બોમ્બર નાની મીસાઇલોતી પણ સજ્જ છે અને ગમે ત્યારે દુશ્મન દેશો પર તુટીને હુમલા કરવા માટે સક્ષણ છે.

ટ્રમ્પ ઉત્તર કોરિયાની સરહદની મુલકાત લેશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાની સાથે લડી લેવાના મૂડમાં છે. મંગળવારે મોડી રાત્રે અમેરિકી સૈન્યના બોમ્બર્સે ઉત્તર કોરિયા પરથી ઉડાન ભરી હતી હવે એવા અહેવાલો છે કે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉત્તર કોરિયાની સરહદ સુધી જઇ શકે છે. ઉત્તર કોરિયા પાસે એક નો મેન્સ લેન્ડ પણ આવેલ છે. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ જઇ શકે છે. આ ઉપરાંત ટ્રમ્પ ડિમિલિટઇઝ્ડ ઝોન (ડીએમઝેડ)માં પણ જઇ શકે છે. આ વિસ્તાર ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરીયાની બોર્ડર પર છે. એવું કહેવાય છે કે આ જ વિસ્તારમાં સૌથી વધુ સૈન્ય તૈનાત હોય છે.

Post Comments