Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકન પ્રવાસી માટે એડવાઇઝરી જાહેર: ભારત મહિલાઓ માટે અસુરક્ષિત

- આ એડવાઇઝરીમાં ભારત બીજા સ્થાને અને પાકિસ્તાન ત્રીજા સ્થાને

- અમેરિકન યાત્રીઓને જમ્મુ-કાશ્મીરની યાત્રા નહી કરવાની સલાહ

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2018, ગુરૂવાર

અમેરિકા દ્વારા પોતાના નાગરિકો માટે પ્રવાસ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ભારતનું નામ પણ સામેલ છે. આ એડવાઇઝરીમાં જણાવ્યું છે કે ભારતમાં પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે. આ યાદીમાં ભારતને બીજા સ્થાને જ્યારે પાકિસ્તાનને ત્રીજા સ્થાને રાખવામાં આવ્યું છે. તેમજ અફઘાનિસ્તાનને ચોથા સ્થાન પર રાખવામાં આવ્યું છે.

આ એડવાઇઝરીમાં ભારતમાં પ્રવાસ કરતી વખતે સાવધાની રાખવાનું જણાવ્યું છે જ્યારે પાકિસ્તાનના પ્રવાસ પર જવા પર બીજી વખત વિચારવા જણાવ્યું છે. તેમજ અફઘાનિસ્તાનમાં પ્રવાસ નહી કરવાની સલાહ આપવામાં આવી છે. દરેક દેશો દ્વારા તેમના નાગરિકો માટે આવી એડવાઇઝરી જાહેર કરવામાં આવતી હોય છે. જેમાં નાગરિકોને દુનિયાના દેશોની જાણકારી આપવામાં આવતી હોય છે. જેથી નાગરિકો પોતાની સુરક્ષાને ધ્યાનમાં લઇને પ્રવાસ કરે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં ગુનાખોરી અને આતંકવાદ વધારે છે. આ તેમજ એડવાઇઝરીમાં અમેરિકાના નાગરીકોને જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસ નહી કરવાની સલાહ આપી છે. તેમજ નાગરિકોને ભારત-પાકિસ્તાનની બોર્ડરના ખુબ નજીકના વિસ્તારમાં જવાની મનાઇ કરી છે કારણ કે ત્યાં બંન્ને દેશોની સેના વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું રહે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ભારતમાં સૌથી ઝડપથી વધતો ગુનો રેપ છે. તેમજ પુર્વ વિસ્તારમાં આતંકવાદ ફેલાયેલો છે. જે પ્રવાસીઓ પર હુમલો કરી શકે છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments