Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇંગલેન્ડમાં રેયાનએરના એક પેસેન્જરે કંટાળીને પાંખને જ સીડી બનાવતા હોબાળો

- ઉતરવાની રાહ જોઇ રહેલા પોલેન્ડના પેસેન્જરે વિન્ડો ખોલી પાંખથી ઉતરવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરાઇ

લંડન, તા.૩ જાન્યુઆરી 2018, બુધવાર

આમ તો જો કે વિમાનમાંથી  ઉતરવા માટે સીડી હોય છે જ પરંતુ ઉતરવાની રાહ જોઇને કંટાળી ગયેલા રેયાનએરના એક પેસેન્જરે વિન્ડો ખોલી વિમાનની પાંખને જ સીડી બનાવી ઉતરવાનો પ્રયાસ કરતાં અંતે એને દંડ ભરવો પડયો હતો અને અટકાયત કરાઇ હતી. સોમવારની રાત્રે  લંડનથી માલાગા પહોંચેલા વિમાનના પેસેન્જરોને ઉતરવા માટે લાંબી રાહી જોવી પડી હતી. ગ્રાઉન્ડ સ્ટાફે તેને વિમાનમાં પરત ફરવા કહ્યું હતું અને સિવિલ ગોર્ડે તેની અટકાયત કરી હતી.

આ સમગ્ર ઘટનાની વિડીયો ઉતારનાર ફર્નાન્ડો ડેલ વાલેલોબોએ કહ્યું હતું કે ' વિમાને પહેલી જાન્યુઆરીએ એક કલાક મોડું  લંડન છોડયા પછી માલગામાં આવ્યા પછી પણ વિમાનમાંથી ઉતરવા માટે કલાક સુધી રાહ જોવી પડી હતી. તેણે ઇમર્જન્સી બારણું ખોલી નાંખ્યું અને કહ્યું હતું કે  હું તો પાંખો પરથી  ઉતરી જઇશ. તે કેટલાક સમય સુધી ત્યાં જ બેસી રહ્યો અને સ્ટાફવાળા તેને  નીચે ઉતરવા સમજાવી રહ્યા હતા'

સિવિલ ગાર્ડના અધિકારીઓએ તેની ધરપકડ કરી ન હતી, પણ તેનું નિવેદન રેકોર્ડ કર્યું હતું. તેનું નામ અને સરનામુ લખીને જવા દેવામાં આવ્યો હતો.હવે તેની પર દંડ નાંખવામાં આવશે જે કદાચ ટિકિટના ચાર ગણું હોઇ શકે છે. સોશિયલ મીડિયામાં એક યુઝરે લખ્યું હતું 'ઉત્તમ કક્ષાની મુર્ખતા. આવા માણસોને ક્યારે પણ વિમાનમાં બેસવા જ ના દેવા જોઇએ'. પોલીસે કહ્યું હતું કે અમને સંદેશો મળતાં જ અમે એરપોર્ટ પહોંચી ગયા હતા. પાયલોટે વિધિસરની ફરીયાદ લખાવી હતી.
 આ પેસેન્જરને ૫૭ વર્ષનો નાલાગામાં રહેતો પોલેન્ડનો નાગરિક ગણાવવામાં આવ્યો હતો, જો કે તેનું નામ આપ્યું નહતું. આ ઘટના સોમવારે રાત્રે ૧૧ વાગ્યા પછી બની હતી.

Post Comments