Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉ. કોરિયાના કિમ જોંગનું દ. કોરિયાના પ્રમુખ મૂનને પ્યોંગયોંગ આવવા આમંત્રણ

- બંને કોરિયા વચ્ચે ઘર્ષણ ઘટવાના એંઘાણ

- જોંગને દક્ષિણ કોરિયાના નેતાને મળવાની તીવ્ર ઇચ્છા છે: કિમ જોંગની બહેન કિમ યો

સિયોલ, તા. 10 ફેબ્રુઆરી, 2018, શનિવાર

પ્યોંગયોંગમાં એક શિખર પરિષદમાં આવવા ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઊને દક્ષિણ કોરિયાના  પ્રમુખ  મૂન જાઇને આવવા આમંત્રણ આપ્યું હતું, એમ સિયોલે આજે કહ્યું હતું. સિયોલની મુલાકાતે આવેલા કિમ જોંગ ઊનના બહેન કિમ યો દ્વારા અપાયેલા આમંત્રણમાં  કહેવામાં આવ્યું હતું કે  કિમ દક્ષિણ કોરિયાના નેતાને વહેલી તકે મળવા માટે આતુર છે, એમ પ્રમુખના મહેલ બ્લુ હાઉસે કહ્યું હતું.

વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૭માં પ્યોંગયોંગમાં કિમના પિતા અને પૂર્વાર્ધિકારી કિમ જોંગ-ટૂ અને દક્ષિણ કોરિયાના કિમ દાઇ જુંગ તેમજ રોહ મ -હ્યુન વચ્ચે થયેલી મંત્રણા પછી આંતર કોરિયા પરિષદ હવે ત્રીજી પરિષદ હશે. દક્ષિણ કોરિયામાં આયોજીત વિન્ટર ઓલિમ્પિકમાં ઉત્તર કોરિયા ભાગ લે શે કે કેમ તે અંગે મહિનાઓના મૌન પછી પરમાણું શસ્ત્ર ધરાવતા ઉત્તર કોરિયાએ આક્રમકતા છોડીને તેના ખેલાડીઓને રમતોત્સવમાં ભાગ લેવા મોકલ્યા હતા.ઉપરાંત કિમના બહેન અને કેટલાક રાજદ્વારીઓ પણ આવ્યા હતા.

દક્ષિણ કોરિયાના શાસક મૂન અને કિમ જોંગ યો તેમજ ઉત્તર કોરિયાના સેરેમોનિયલ હેડ કિમ યંગ નામ મંત્રણા અને ભોજન માટે આજે બ્લુ હાઉસમાં મળ્યા હતા.' ખાસ દૂત કિમ યો જોંગે તેના ભાઇનો અંગત પત્ર મૂનને આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓ આંતર કોરિયાના સબંધો સુધારવા ઇચ્છે છે'એમ મૂના પ્રવકતા કિમ ઇયુ કિકોમે કહ્યું હતું. કિમ યો એ મૌખીક રીતે પોતાના ભાઇનું આમંત્રણ મૂને આપ્યું હતું અને તેમની  ફુરસતે વહેલી તકે ઉત્તર કોરિયા આવવા આમંત્રણ આપ્યું હતું.

Post Comments