Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર કોરિયામાંથી થતી કાપડ સહિતની 90 ટકા નિકાસ પર પ્રતિબંધ

- યુએનના ઉત્તર કોરિયા પર અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધો

- ઉત્તર કોરિયાના નાગરિકને અન્ય કોઇ પણ દેશમાં નોકરી નહીં મળે : ઓઇલની આયાતમાં પણ ૩૦ ટકાનો ઘટાડો કરાશે

સંયુક્ત રાષ્ટ્ર, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

વિશ્વના મોટા ભાગના દેશોની ચેતવણીઓને અવગણના કરનારા ઉત્તર કોરિયા પર યુએનએ અનેક પ્રતિબંધો મૂકી દીધા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સર્વસંમતિથી ઉત્તર કોરિયા પર અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધો મૂક્યા છે.

કાપડની નિકાસ પર પ્રતિબંધ અને ઓઇલની આયાત પણ 30 ટકા ઘટાડી દેવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર કોરિયાના નાગરિકને અન્ય કોઇ પણ દેશમાં નોકરી મળી શકશે નહીં.

ઉત્તર કોરિયન સેનાની સંપત્તિ ઉત્તર કોરિયાની બહાર પણ જપ્ત કરવામાં અવશે. ઉત્તર કોરિયાથી આવતા અને જતા જહાજોની બળ પ્રયોગ વગર તપાસ કરવામાં આવશે.

ઉત્તર કોરિયા પર 2006 પછી મૂકવામાં આવેલું આ 9મું પ્રતિબંધ છે. ઉત્તર કોરિયાના પ્રમુખે તાજેતરમાં જ શક્તિશાળી હાઇડ્રોજન બોંબનું પરિક્ષણ કર્યુ હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર યુએનના કડક પ્રતિબંધોને પગલે ઉત્તર કોરિયાને ચીન અને રશિયા તરફથી મળતા સમર્થનને પણ આંચકો લાગશે. જો કે અમેરિકાએ હજુ પણ મંત્રણાના દ્વાર ખુલ્લા રાખ્યા છે. 

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન દૂત નિક્કી હેલીએ જણાવ્યું હતું કે પરમાણુ હથિયાર ધરાવતા ઉત્તર કોરિયાનો ક્યારેય પણ સ્વીકાર કરવામાં આવશે નહીં. અમે પ્રતિબંધો મૂકીને આનંદિત નથી.

અમે યુદ્ધ ઇચ્છતા નથી.  કાપડની નિકાસ પર પ્રતિબંધથી ઉત્તર કોરિયાના અર્થતંત્રને ફટકો પડી શકે છે. ઉત્તર કોરિયા કોલસા અને અન્ય ખનિજ પદાર્થો પછી સૌથી વધુ નિકાસ કપડાની જ કરે છે. જે પૈકી 80 ટકા નિકાસ ચીનમાં થાય છે.

સંયુક્ત રાષ્ટ્રે આ અગાઉ પાંચ ઓગસ્ટે કોલસા, લોખંડથી લઇને ખાદ્ય પદાર્થની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આમ ઉત્તર કોરિયામાંથી નિકાસ થતી 90 ટકા વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઓઇલના પુરવઠામાં પણ 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પરમાણુ હથિયાર બનાવવામાં ઓઇલની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.  જો કે અમેરિકા ઇચ્છતું હતું કે કોઇ પણ દેશ ઉત્તર કોરિયાને તેલની નિકાસ ન કરે.

ચીન અને રશિયાના વિરોધને કારણે આ શક્ય ન બન્યું. અમેરિકાની માગ હતી કે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનના વિદેશ પ્રવાસો પર પ્રતિબંધ અને તેમની સંપત્તિ જપ્ત કરવાના પક્ષમાં હતું.

પ્રતિબંધ પછી અમેરિકા સાથે બદલો લેવાની ઉ. કોરિયાની ધમકી

(પીટીઆઇ) જીનિવા, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મૂકવામાં આવેલા કડક પ્રતિબંધોની ટીકા કરતા ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધો મૂકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અમેરિકા સાથે બદલો લેવામાં આવશે.

ઉત્તર કોરિયાના રાજદૂતે જિનિવામાં જણાવ્યું હતું કે અમારુ ડેલિગેશન યુએનએ મૂકેલા તમામ પ્રતિબંધોને વખોડી નાખે છે. આ તમામ પ્રતિબંધો ગેરકાયદેસર રીતે મૂકવામાં આવ્યા છે.

Post Comments