Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રશિયાના મોસ્કો નજીક પ્રવાસી વિમાન તૂટી પડતાં ૭૧નાં મોત

- ટેક ઓફ કર્યાની બે મિનિટ બાદ સંપર્ક કપાયો

- તાજેતરમાં ભારે બરફ વર્ષાને કારણે ઇમરજન્સી સેવા ઘટના સ્થળે પહોંચી શકી નહીં : બચાવકર્મીઓ પગપાળા પહોં

દુર્ઘટનાગ્રસ્ત વિમાન સાત વર્ષ જૂનું હતું : રશિયામાં જૂના વિમાનોને કારણે તૂટી પડવાની ઘટના વધુ
(પી.ટી.આઇ.) મોસ્કો, તા. 11 ફેબ્રુઆરી, 2018, રવિવાર

મોસ્કો નજીક ડોમોડિડિવો એરપોર્ટ પરથી ટેક ઓફ કરી રહેલું પ્રવાસી વિમાન તૂટી પડતાં ૭૧ પ્રવાસીઓના મોત થયા હતા. મોસ્કોથી ઓર્સ્ક તરફ જવા માટે સારાતોવ એરલાઇન્સનું અન્ટોનોવ એસેન્ટ-૪૮ વિમાન તૂટી પડયું હતું તેમ સ્થાનિક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું. સમાચારમાં જણાવ્યા મુજબ આર્ગુનીવો ગામના લોકોએ આકાશમાંથી સળગતું વિમાન નીચે પડતું જોયું હતું. રશિયાની ઇમર્જન્સી સર્વીસે જણાવ્યું હતું કે વિમાનમાં ૭૧ પ્રવાસી હતા તે તમામના મૃત્યુ થયા હતા.

રશિયન ટીવીએ દુર્ઘટના સ્થળનો વિડિયો પ્રસારિત કર્યો હતો. બરફાચ્છાદિત જમીન પર વિમાનને કાટમાળ દેખાતો હતો. ઉલ્લેખનીય છે કે રશિયામાં તાજેતરમાં ભારે બરફવર્ષા થઇ હતી અને વિઝીબીલીટી ઘટી ગઇ હતી. તૂટી પડેલું વિમાન સાત વર્ષ જુનું હતું. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે ઇમર્જન્સી સેવાઓ દુર્ઘટના સ્થળે પહોંચી શકી નહોતી. બચાવ ટૂકડી પગપાળા દુર્ઘટના સ્થળે પહોંચી હતી. ૧૫૦ બચાવકર્મીઓ ને મોકલવામાં આવ્યા હતા.

ડોમોડિડોવે મોસ્કોનું બીજા નંબરનું સૌથી મોટું એરપોર્ટ છે. એરપોર્ટના સત્તાવાળાએ જણાવ્યું હતું કે ટેક ઓફ કર્યા બાદ બે મિનિટમાં જ વિમાન રડાર પરથી ગાયબ થયું હતું. વિમાન તૂટી પડવા પાછળ ખરાબ હવામાન સહિત અને પરિબળો દર્શાવાઇ રહ્યા છે.

દુર્ઘટના બાદ સ્થાનિક પોલીસે તપાસ શરૃ કરી હતી. રશિયામાં વિમાન દુર્ઘટના સામાન્ય છે.પ્રવાસી સેવાઓ માટે જૂના વિમાનો ઉપયોગમાં લેવાય છે. ૨૦૧૬ના ડિસેમ્બરમાં રશિયાની સેનાનું વિમાન તૂટી પડતાં ૯૨નાં મોત થયા હતા.

Post Comments