Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇરાનમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ: ૪૬૦નાં મોત, સાત હજાર ઘાયલ

- ૨૦૦૩ પછીના સૌથી મોટા ભૂકંપથી ઇરાન અને ઇરાકમાં મોતનું તાંડવ

- ઇરાન-ઇરાકના સરહદી વિસ્તારમાં ભૂકંપ પછી ૧૦૦થી વધુ આંચકા અનુભવાયા

ઘાયલો માટે હોસ્પિટલો ઓછી પડી, પાડોશી દેશોની રેસ્ક્યુ ટીમો સહાય માટે પહોંચી
ભૂકંપનું કેન્દ્ર બિંદુ  ઇરાકના હલાબ્જા શહેર નજીક, સૌથી વધુ જાનહાનિ સારપોલ-એ-ઝહબ પ્રાંતમાં
ઇરાકના સરહદી વિસ્તારમાં પણ સાતનાં મોત, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા
તુર્કીએ મદદ માટે ૩૫ ટ્રક ભરીને ૩૦૦૦ તંબુ અને હિટર, ૧૦,૦૦૦ પથારી અને બ્લેન્કેટ મોકલ્યા

તેહરાન, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

ઇરાન-ઇરાક સરહદી વિસ્તારોમાં આવેલા ભયાનક ભુકંપે અત્યાર સુધીમાં ૪૬૦ લોકોનો ભોગ લીધો છે. જ્યારે ૭૦૦૦થી વધુ લોકો ઘવાયા છે. આ ભુકંપની સૌથી વધુ અસર પશ્ચિમ ઇરાનના કેર્મનશાહ વિસ્તારમાં જોવા મળી હતી. ભુકંપની તિવ્રતા ૭.૩ આંકવામાં આવે છે. કાસ કરીને અહીંના ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ લોકો મોતને ભેટયા છે. અહીં પહાડી વિસ્તારો પણ વધુ છે. જેને પગલે ભુકંપ સમયે મોટા પથ્થરો પણ ઘરો પર પડવાથી જાનહાની વધુ જોવા મળી છે.

ઇરાન સરહદે આવેલા ઇરાકમાં પણ આ ભુકંપની અસર થઇ છે, ઇરાકમાં આશરે સાત જેટલા લોકો મોતને ભેટયા છે, જ્યારે અહીં ઘાયલોની સંખ્યા વધીને ૫૫૦ જેટલી સામે આવી છે. ઇરાકના શહેર હલાબ્જાથી ૩૧ કિમી દુર આ ભુકંપનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે. આ ભુકંપ પેટાળમાં ૨૩.૩ કિમીએ નોંધવામાં આવ્યો છે. સાતની તીવ્રતાનો ભુકંપ તારાજી સર્જે છે. પણ જો તેનુ કેન્દ્ર બિંદુ પેટાળમાં વધુ હોય તો જ બચવાની શક્યતાઓ વધુ છે.

આ ભુકંપમાં પણ એવુ જ સામે આવ્યું છે. ઇરાનના સોશિયલ મીડિયા પર આ ભૂકંપના વીડિયો પણ લોકો બહુ શેર કરી રહ્યા છે. ઠેરઠેર દોડધામ અને મકાનો ધરાશાઇ થવાની ઘટનાથી હાલ ઇરાક અને ઇરાન બન્ને દેશોમાં અફરા તફરીનો માહોલ છે. હોસ્પિટલોમાં સારવાર પુર ઝડપે હાથ ધરાઇ રહી છે પણ ઘાયલોની સંખ્યા વધુ હોવાથી હોસ્પિટલો ઓછી પડી રહી છે. આવી સ્થિતિમાં ખાનગી હોટેલોમાં પણ મફતમાં સારવાર આપવાના આદેશ સરકારે કર્યા છે. આ ઉપરાંત પાડોશી દેશોની પણ મદદ લેવામાં આવી રહી છે.

કેરમનશાહ પ્રાંતના સારપોલ-એ-ઝહાબમાં સૌથી વધુ અસર થઇ છે. આ ભુકંપથી ખુદને બચાવવામાં સફળ રહેલી ૪૯ વર્ષીય મહિલા કોકાબ ફર્દે જણાવ્યું હતું કે હું માંડ પોતાને બચાવી શકી છું, જ્યારે ભુકંપ આવ્યો ત્યારે જ હુ મારા એપાર્ટમેન્ટમાંથી બહાર ભાગવામાં સફળ રહી હતી, પણ મે ઘરની બહાર આવીને જોયુ તો માત્ર હુ જ બચી હતી, મારુ ઘર સંપૂર્ણપણે ધ્વંશ થઇ ગયું હતું. ઇરાનના ટોચના નેતા અયાતોલ્લા અલી ખામેનેઇએ જણાવ્યું હતું કે દેશમાં ઇમર્જન્સી જેવી સ્થિતિ છે, દરેક હોસ્પિટલોને એલર્ટ કરાવી દીધી છે.

પાડોશી દેશો તુર્કીએ પણ સહાય મોકલી છે. તુર્કીશ રેડ ક્રેસેન્ટના પ્રમુખ કેરેમ કીનીકે જણાવ્યું હતું કે તુર્કી તરફથી રાહત સામગ્રી સાથે આશરે ૩૫ જેટલા ટ્રક ઇરાન તરફ રવાના કરાયા છે. જેમાં ૩૦૦૦ તંબુ અને હિટર, ૧૦,૦૦૦ પથારીઓ અને બ્લેન્કેટ તેમજ ખાધ્ય સામગ્રી મોકલવામાં આવી છે. સામે ચાલીને લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે.

૨૦૦૩માં ઇરાનમાં આવેલા ભુકંપે ૨૬૦૦૦નો ભોગ લીધો
આ પહેલા ૨૦૦૩માં પણ ઇરાનમાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૨૬૦૦૦ લોકોના મોત નિપજ્યા હતા. ઇરાનમાં અવારનવાર ભયાનક ભૂકંપ આવતા રહ્યા છે. ૨૦૧૨માં આવેલા ભૂકંપે ૩૦૦ લોકોનો ભોગ લીધો હતો. એ સમયે  ભૂકંપની સૌથી વધુ અસર અઝેરબેઇજાન પ્રાંતમાં થઇ હતી. ઇરાન ભૌગોલીક રીતે પણ અન્ય દેશોથી ઘણુ અલગ છે. અહીં પહાડી વિસ્તારોમાં લોકો મકાન વધુ બનાવે છે જેને પગલે પણ ભૂકંપને કારણે જાનહાની વધુ જોવા મળે છે.

ભૂકંપ આવ્યો તે પ્રાંતમાં સદ્દામે ૫૦૦૦ની હત્યા કરાવી હતી
ભુકંપનું જે કેન્દ્ર બિંદુ છે તેનાથી ઇરાકનું શહેર હલાબ્જા બહુ જ નજીક આવેલું છે. આ જ વિસ્તારમાં સદ્દામ હુસૈને કેમીકલ વાળા ગેસથી આશરે ૫૦૦૦ લોકોની હત્યા કરાવી નાખી હતી. આ ભુકંપે એ હત્યાકાંડની પણ યાદ તાજી કરી હતી. બીજી તરફ પાડોશી દેશો પણ હવે સહાય માટે આગળ આવ્યા છે. તુર્કીએ ઇમર્જન્સી સહાય કરવાની જાહેરાત કરી છે. મેડિકલથી લઇને દરેક પ્રકારની સહાય કરવા માટે પાડોશી દેશોએ હાથ લંબાવ્યા છે.

Post Comments