Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદી-રાહુલ વચ્ચે હરિફાઇ : રાહુલના ૬૯ ટકા અને મોદીના ૬૦ ટકા ટ્વિટર ફોલોઅર્સ બનાવટી

- ટ્રમ્પના કુલ પૈકી ૩૭ ટકા ફોલોઅર્સ નકલી છે: પોપ ફ્રાન્સીસના ૫૯ ટકા ફોલોઅર્સ ડમી

- ફેક ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાં મોદી વૈશ્વિક નેતા!

- ડિજિટલ એજન્સી ટ્વિપ્લોમસી દ્વારા ફેક ટ્વિટનો રિપોર્ટ જાહેર કરાયો

જીનીવા, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

નરેન્દ્ર મોદીના ટ્વીટર પર ૪.૦૩ કરોડ ફોલોઅર્સ છે. પરંતુ તેમાંથી ૬૦ ટકા ફોલોઅર્સ નકલી છે. એટલે કે રાજકીય પક્ષ દ્વારા ઉભા કરવામાં આવેલા ખોટા ફોલોઅર્સ છે, જે હકીકતમાં છે જ નહીં. ટ્વીટર પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય ડિજિટલ એજન્સી ટ્વિપ્લોમસી દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ટ્વિપ્લોમસી દ્વારા ટ્વીટ્સનું ઓડિટ થયું હતુ અને તેમાં સાચા-ખોટા ફોલોઅર્સ અલગ તરી આવ્યા હતા. નરેન્દ્ર મોદી ફેક ફોલોઅર્સ (નકલી અનુયાયી)ની બાબતમાં વૈશ્વિક નેતા સાબિત થયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સ આખી દુનિયાના નેતાઓમાં સૌથી વધુ ૪.૭૯ કરોડ છે. પરંતુ એ પૈકીના ૩૭ ટકા ફોલોઅર્સ ખોટા છે. ટ્વીટર પર ફોલોઅર્સની સંખ્યા મોટી દર્શાવવા માટે રાજકીય પક્ષો કે સેલિબ્રિટી દ્વારા વિવિધ ઉપાયો અજમાવાતા હોય છે. જોકે આ લિસ્ટમાં માત્ર ટ્રમ્પ-મોદી જેવા નેતા નહીં ખિસ્ત્રી ધર્મના વડા પોપ ફ્રાન્સિસ પણ શામેલ છે. પોપના ૧.૬૭ કરોડ કુલ ફોલોઅર્સ પૈકી ૫૯ ટકા નકલી અનુયાયી છે.

જોકે સત્તા પર ન હોય એવા નેતાઓમાં રાહુલ ગાંધી મેદાન મારી જાય છે. ઓફિસ ઓફ આરજી નામના તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટમાં ૬૧ લાખથી વધુ ફોલોઅર્સ દર્શાવે છે અને એ પૈકીના ૬૯ ટકા નકલી હોવાનો ટ્વિપ્લોમસીનો દાવો છે. અરવિંદ કેજરીવાલના પણ ૫૧ ટકા ફોલોઅર્સ ફેક છે.  ટ્વીટર અને ફેસબૂક પર નકલી એકાઉન્ટની ભરમાર છે. એ રોકવા માટે સોશિયલ મીડિયા કંપનીઓએ હવે ઓળખના દસ્તાવેજો સહિતની ચકાસણી આરંભ કરી છે.

જોકે તો પણ હજુ આખી દુનિયામાં મોટી સંખ્યામાં નકલી એકાઉન્ટ જોવા મળે છે. ઘણી વખત લોકો પૈસા દઈને ઈન્ફર્મેશન ટેકનોલોજી કંપનીઓ પાસે પોતાના જ નકલી ફોલોઅર્સ તૈયાર કરાવતી હોય છે. અલબત્ત, એવા ઘણા સોફ્ટવેર છે, જેમાં ફેક ફોલોઅર્સ ઓળખી શકાય છે. ટ્વિપ્લોમસીએ પણ એ સોફ્ટવેર દ્વારા જ નકલી ફોલોઅર્સ અલગ તારવ્યા છે.

Post Comments