Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોઈ પણ જાતના એજન્ડા વગર PM મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા કેમ ગયા?

- જાણો, મોદી-પુતિનની અનૌપચારિક મુલાકાતની ખાસ વાતો

સોચિ, તા. 21 મે 2018, સોમવાર 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના સોચિ પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થશે. અનૌપચારિક મુલાકાત હોવાને કારણે કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોઇ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે નહીં પરંતુ પીએમ મોદીની પુતિન સાથેની આ મુલાકાત મહત્વપૂર્ણ છે. 
 
વિદેશ મંત્રાલય અનુસાર પીએમ મોદીનો રશિયા પ્રવાસ તેમના અને પુતિન માટે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ શેર કરવાની સાથે-સાથે વિશિષ્ટ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટેની મહત્વપૂર્ણ તક સાબિત થઇ શકે છે. જાણો, રશિયા અને પુતિનની મુલાકાત સાથે સંકળાયેલ મોટી 5 વાતો : 
 
1. બંને વચ્ચે બેઠક દરમિયાન ઇરાન પરમાણુ કરારથી અમેરિકાના અલગ થવા પર ચર્ચા થઇ શકે છે. બંને નેતા આ ડીલથી અમેરિકાના અલગ થયા બાદ આર્થિક પરિસ્થિતિઓને થનારી અસર પર ચર્ચા કરશે. 
 
2. મોદી અને પુતિન વચ્ચે 6 કલાક સુધી 'એજેન્ડા રહિત' ચર્ચા થશે. આ મીટિંગ દરમિયાન દ્વિપક્ષીય મુદ્દાઓ પરની ચર્ચાઓ થવાની શક્યતા નહીવત છે. મીડિયા અનુસાર બેઠકમાં અફઘાનિસ્તાન અને સીરિતાની પરિસ્થિતિઓ પર ચર્ચા થશે. શંઘાઇ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશન અને BRICSમાં સામેલ દેશ માટે આતંકવાદ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ શકે છે. 
 
3. સૂત્રોએ જણાવ્યું કે મોદી અને પુતિન વચ્ચેની ચર્ચા દરમિયાન રશિયા પર લાગેલાં અમેરિકાના પ્રતિબંધો અને ભારત-રશિયા વચ્ચે રક્ષા સહયોગના મુદ્દા પર પણ વાત થશે. 
 
4. બંને દેશોના નેતાઓ વચ્ચે આ અનૌપચારિક સંમેલનનો હેતુ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર દોસ્તી અને વિશ્વાસથી સમાનતા લાવવાનો છે. બંને દેશ વચ્ચે ભારત-રશિયા પરમાણુ સહયોગથી કોઇ ત્રીજા દેશને કનેક્ટ કરવા પર પણ વિચાર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ નૉર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કૉરિડોર (INSTC) પ્રોજેક્ટ પર સહયોગને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. 
 
5. મોદી અને પુતિન કોરિયાઇ દ્વીપકલ્પને લઇને પણ વાત થઇ શકે છે. બંને દેશ વચ્ચે યોજાનારી આ બેઠકમાં ખૂબ જ નાનું પ્રતિનિધિમંડળ હાજર રહશે. 

Post Comments