Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.ના પંજાબમાં બસ ખાઇમાં ખાબકતાં 27નાં મોત, 69ને ઇજા

- મુસાફરો રાઇવિંડ ખાતે ધાર્મિક પ્રસંગે જઇ રહ્યા હતા ત્યારે કલ્લાર કહાર પાસે દુર્ઘટના સર્જાઇ

(પીટીઆઇ) લાહોર, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખૂબ જ ઝડપથી દોડી રહેલી એક સો ઉપરાંત મુસાફરો સાથેની બસ ખાઇમાં ખાબકતાં ૨૭ જણાના મોત થયા હતા અને ૬૯ અન્યો ઘાયલ થયા હતા. ઓવરલોડેડ બસ ગઇ રાત્રે કોહટથી રાઇવિંડ જઇ રહી હતી ત્યારે ઓ દુર્ઘટના સર્જાઇ હતી.

'મુસાફરો રાઇવિંડ ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો'એમ સદર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું. ત્રણ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો સારવાર દરમિયાન ગુજરી જતાં મૃત્ય આંક વધ્યો હતો.

દુર્ઘટાનું કારણ જાણી શકાયું નહતું, પરંતુ પ્રાથમિક અહેવાલો અનુસાર બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોવાના કારણે અકસ્માત સર્જાયો હોઇ શકે, એમ પોલીસે કહ્યું હતું.અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલા  ૧૩ જણાને વધુ સારવાર માટે રાવલપિંડી ખસેડવામાં આવ્યા હતા જયારે અન્ય ઘાયલોને પાસેના દવાખાનામાં સારવાર અપાઇ હતી.

બસ ખરેખર તો ઇસ્લામાબાદ-લાહોર મોટર વે  થઇને જવાની હતી પરંતુ અચાનક જ એણે રસ્તો બદલી લીધો હતો.'ભારે ધુમ્મસ અને દસ વાગ્યા પછી  ઓવરલોડેડ બસોને ભારે દંડ કરવામાં આવતો હોવાના કારણે ડ્રાઇવરે રસ્તો બદલી ગ્રાન્ટ ટ્રંક રોડ લીધો હતો.

'ડઇવર આ રસ્તાથી અજાણ હતો ઉપરાંત બસને ખૂબ જ ઝડપથી હંકારી રહ્યો હતો.એક ઢોળાવ પરથી પસાર થતી વખતે બસ ખાઇમાં પડી ગઇ હતી'એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. પંજાબના મુખ્ય પ્રધાન શાહબાઝ શરીફે મરનારાઓ પ્રત્યે દિલસોઝી વ્યક્ત કરી હતી.

Post Comments