Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૧૭નું વર્ષ હવાઈયાત્રાના ઈતિહાસમાં સૌથી સલામત : ૧૦ અકસ્માત, ૪૪ મોત

- એવિએશન સેફ્ટી નેટવર્કનો અહેવાલ

- દુનિયાભરમાં વર્ષ દરમિયાન કુલ ૪ અબજ મુસાફરોએ  હવાઈ સફર કરી હતી, ૩.૭ કરોડ વિમાનોએ ઉડાન ભરી હતી

વોશિંગ્ટન, તા.૩ જાન્યુઆરી 2018, બુધવાર

૨૦૧૭નું વર્ષ દુનિયાભરમાં હવાઈ યાત્રા માટે સૌથી સલામત હતું. એવિએશન સેફ્ટી નેટવર્કના અહેવાલ પ્રમાણે ૨૦૧૭ દરમિયાન પેસેન્જર વિમાનના કુલ દસ જ અકસ્માત નોંધાયા હતા, જેમાં ૪૪ મોત થયા છે. ૨૦૧૭ના વર્ષ દરમિયાન દુનિયાભરમાં વિવિધ ફ્લાઈટ્સમાં કુલ ૪ અબજથી વધારે મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. તેમાંથી માત્ર ૪૪ મુસાફરોના જ મોત થયા છે. માટે એવિએશનના ઈતિહાસમાં ૨૦૧૭નું વર્ષ સૌથી સલામત નોંધાયુ છે.

૨૦૧૬ના વર્ષમાં વિમાનના ૧૬ નોંધપાત્ર અકસ્માત નોંધાયા હતા અને તેમાં ૩૦૩ વ્યક્તિના મોત થયા હતા. એટલે તેની સરખામણીએ ૨૦૧૭નું વર્ષ ઘણુ સલામત રહ્યું હતું. જોકે છેલ્લા ઘણા વર્ષોના આંકડાની સરખામણીએ પણ ૨૦૧૭નો મૃત્યુઆંક ઘણો નાનો છે. બીજી તરફ મુસાફરો અને વિમાનની સંખ્યા સતત વધી હતી. ૨૦૧૬માં આખા જગતમાં ૩.૮ અબજ મુસાફરોએ હવાઈયાત્રા કરી હતી. એ આંકડો ૨૦૧૭માં વધ્યો હતો. ૨૦૧૭માં જગતભરના એરપોર્ટ પરથી ૩.૭ કરોડ વિમાનોએ ઉડાન ભરી હતી.

હવાઈયાત્રા સતત વધતી જાય છે એટલે અકસ્માતનો પણ ભય વધતો રહે છે. પરંતુ તેની સામે સલામતી અંગે વિવિધ ટેકનોલોજી પણ વિકસી રહી છે. તેના પરિણામે છેલ્લા બે દાયકાથી હવાઈ અકસ્માત સબંધિત મોત ક્રમશઃ ઘટતા જોવા મળી રહ્યા છે. ૨૦૧૭નો સૌથી મોટો અકસ્માત હવાને બદલે જમીન પર થયો હતો. તુર્કીશ એરલાઈન્સનું વિમાન ૧૬ જાન્યુઆરીના દિવસે કિર્ગિસ્તાનના બિશકેક એરપોર્ટ પાસે તૂટી પડયું હતું. એ વિમાનમાં તો ચાર જ સભ્યોના મોત થયા હતા, પણ નીચે જમીન પર રહેતા ૩૫ લોકો મૃત્યુ પામ્યા હતા. એ વિમાન કાર્ગો હતું, એટલે તેમાં મુસાફરોને બદલે સામાન ભરેલો હતો.

હવામાં થયેલો સૌથી મોટો હવાઈ અકસ્માત વર્ષના છેલ્લા દિવસે એટલે કે ૩ દિવસ પહેલા જ દક્ષિણ અમેરિકા ખંડના કોસ્ટારીકામાં નોંધાયો હતો. નેચર એર નામની એરલાઈન્સનું વિમાન કોસ્ટારીકાના જંગલોમાં તૂટી પડયું હતું. નાનકડા વિમાનમાં એ વખતે ૧૦ મુસાફર અને ૨ ક્રૂ મેમ્બર હતા. એ બધાના મોત નિપજ્યા હતા.

અત્યાર સુધીમાં નોંધાયેલુ સૌથી ઘાતક વર્ષ ૧૯૭૨નું છે. એ વર્ષે વિવિધ ૬૪ એર એક્સિડેન્ટમાં કુલ ૨,૪૬૯ લોકોના મોત થયા હતા. એટલે કે એર અકસ્માતમાં રોજના ૬-૭ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. એ પછીનું બીજુ ઘાતક વર્ષ ૧૯૮૫નું હતુ, જ્યારે ૩૯ અકસ્માતમાં ૨,૪૨૧ મોત થયા હતા.
હવાઈ અકસ્માતમાં ક્યારે કેટલા મોત?

વર્ષ

અકસ્માત

મોત

૨૦૧૭

૧૦

૪૪

૨૦૧૬

૧૬

૩૦૩

૨૦૧૫

૧૦

૫૩૭

૨૦૧૪

૧૮

૯૬૧

૨૦૧૩

૨૩

૨૫૬

૨૦૧૨

૧૮

૪૧૮

૨૦૧૧

૩૨

૫૧૧

૨૦૧૦

૨૭

૮૩૧

૨૦૦૯

૨૩

૭૨૫

૨૦૦૮

૨૬

૫૫૨

 

Post Comments