Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઉદીના 100 અબજ ડોલરના ભ્રષ્ટાચારમાં 201ની અટકાયત

- સાત લોકોને પૂછપરછનાં અંતે છોડી દેવાયા

- સ્વર્ગસ્થકિંગ અબ્દુલ્લાહના બે પુત્રાને હજુ પણ અટકાયતમાં રખાયા

(પીટીઆઇ) રિયાધ, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

ભ્રષ્ટાચાર અને ઉચાપત દ્વારા ૧૦૦ અબજ ડોલરનો દુરુપયોગ કરવા બદલ અત્યાર સુધીમાં ૨૦૧ લોકોની અટકાયત કરવામાં આવી છે તેમ સઉદી અરેબિયાએ આજે જણાવ્યું હતું. સઉદીના એટર્ની જનરલ સઉદ અલ મોેજેબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવાર સાંજથી અત્યાર સુધીમાં ૨૦૮ લોેકોને પૂછપરછ માટે બોલવવામાં આવ્યા હતાં. જે પૈકીને ૬ લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન ભ્રષ્ટાચાર અને ઉચાપત દ્વારા ૧૦૦ કરોડ ડોલરના દુરુપયોગ કરવાના આક્ષેપોની છેલ્લા ત્રણ વર્ષથી તપાસ કરવામાં આવી રહી હતી. સઉદીના રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર પોતાના ટીકાકારો અને પ્રતિસ્પર્ધીઓને હાંસિયામાં ધકેલી દેવા માટે પ્રિન્સ મોહંમદ બિન સલમાન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

અટકાયતમાં રાખવામાં આવેલા ૨૦૧ લોકોમાં અબજોપતિ સઉદી પ્રિન્સ અલવાલિદ બિન તલાલ, સ્વર્ગસ્થ કિંગ અબ્દુલ્લાહના બે પુત્રો પણ સમાવેશ થાય છે. જે પૈકી એક પુત્ર પ્રિન્સ મિતેબ શનિવાર સાંજ સુધી શક્તિશાળી નેશનલ ગાર્ડનું નેતૃત્ત્વ કરી રહ્યો હતો.

Post Comments