Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનમાં હિંદુ યુવતીનું જબરદસ્તીથી અપહરણ કરાયું

- ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમ યુવક સાથે નિકાહ પઢાવ્યા

નવી દિલ્હી, તા. 13 સપ્ટેમ્બર 2017 બુધવાર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક શિક્ષિકાનું તેના જ ઘરની બહાર બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યુ છે. આ ઘટના સિંઘ પ્રાંતના ખાઈરપુરની છે. જ્યાં શનિવારે હિંદુ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે. આ યુવતીની ઓળખાણ આરતી કુમારીના નામથી થઈ છે. તેની ઉંમર 19 વર્ષની છે તેમજ તે મોડલ સ્કુલમાં ટીચર છે.

આ યુવતીનું અપહરણ કર્યા બાદ જબરદસ્તીથી તેનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યુ છે અને તેના નિકાહ એક યુવક સાથે કરાવવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં ઘણીવાર હિંદુ છોકરીઓ અને મહિલાઓની સાથે આવો અત્યાચાર કરવામાં આવે છે. જોકે ત્યાં હિંદુઓની સંખ્યા અલ્પ છે. આવી ઘટનાઓનું કારણ વધતી જતી અસહિષ્ણુતા અને સરકારની ઉદાસીનતા છે.

ભારતીય ઉપમહાદ્વીપના ભાગલા સમયે પશ્ચિમી પાકિસ્તાનમાં 15 ટકા હિંદુઓ રહેતા હતા. જેમાં 1998માં દેશમાં થયેલી અંતિમ વસ્તી ગણતરી અનુસાર તેમની સંખ્યા માત્ર 1.6 ટકા રહી ગઈ છે અને ત્યારે દેશ છોડવાની સૌથી મોટું કારણ અસુરક્ષા હતી.

Post Comments