Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'ડાકા' રદ્દ કરાયો પણ વિવાદ ઠેરનો ઠેર

-બેઠકમાં ડેમોક્રેટિકના સભ્યોને આમંત્રણ નહીં : વર્ક પરમીટ રીન્યુ કરવાની તક અપાઇ હતી

 -વાઇટ હાઉસની મીટીંગમાં ડેમોક્રેટીક પાર્ટીના એક પણ સેનેટરને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું

-થોમ ટિલિસે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે ડાકા પ્રોગ્રામનો જે સળગતો પ્રશ્ન લાંબા સમયથી છે તેનો જરૃરી ઉકેલ લાવી શકાય

(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)    બાર્ટલેટ (શિકાગો), તા. 8 જાન્યુઆરી 2018, સોમવાર

ચાર મહિના પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડીફર્ડ એકશન ફોર ચાઇલ્ડ હૂડ એરાયલ્સ કે જે સમગ્ર અમેરિકામાં ડાકાના પ્રોગ્રામના નામે જાણીતો છે તેને રદ બાતલ કર્યો હતો અને તે અંગે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિની ચર્ચા કરવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મીટીંગ જાન્યુઆરી માસની ૪થી તારીખને ગુરૃવારે વાઇટ હાઉસમાં યોજી હતી જેમાં ઉપપ્રમુખ માઇક પેન્સ તેમજ રીપબ્લીકન પાર્ટીના સેનેટરોમાં (૧) જોન કોર્નિયન (ટેક્ષાસ) (૨) ચક ગ્રાસલી (આયોવા) (૩) ટોમ કોટન (એસ્કેન્સાસ) (૪) લીન્ડસી ગ્રેહામ (સાઉથ કેરોલીના) (૫) જેમ્સ લેંક ફોર્ડ (ઓકલોહોમા) અને (૬) ટોમ ટીલીસ (નોર્થ કેરોલીના) એ હાજરી આપી હતી.

ડાકા અંગેનો પ્રશ્ન એ હાલમાં પ્રમુખ તથા રીપબ્લીકન પાર્ટીના નેતાઓ માટે એક અત્યંત સળગતો પ્રશ્ન છે અને તેનો જો યોગ્ય ઉકેલ લાવવો હોય તો તે ફકત દ્વિપક્ષી મંત્રણા દ્વારા જ લાવી શકાય એવી પરિસ્થિતિ છે પરંતુ કમનસીબે આ વાઇટ હાઉસની મીટીંગમાં ડેમોક્રેટીક પાર્ટીના એક પણ સેનેટરને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને તેથી આ પાર્ટીના એક પણ સેનેટર હાજર રહ્યા ન હતા.

વાઇટ હાઉસમાં ડાકા અંગેની ચર્ચા કરવા માટે રીપબ્લીકન પાર્ટીના સેનેટરોની મિટીંગ પૂર્ણ થયા બાદ નોર્થ કેરોલીનાના સેનેટર થોમ ટિલિસે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે ડાકા પ્રોગ્રામનો જે સળગતો પ્રશ્ન લાંબા સમયથી છે તેનો જરૃરી ઉકેલ લાવી શકાય તે માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રશ્ને આગેવાની લીધી છે અને તે દ્વારા ઇમીગ્રેશનના પ્રશ્ને અમેરિકન પ્રજાને એક સંદેશ આપવા માંગે છે.

ડાકાના પ્રોગ્રામ અંગે જે મડાગાંઠ ઉભી થવા પામેલ છે તેનો ઝડપથી ઉકેલ લાવવા માટે આ સેનેટરોએ જોરદાર રજુઆત કરાતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેની સામે પોતાની કેટલીક માંગણીઓ રજુ કરી હતી જેની રજુઆત તેમણે પોતાના ટવીટર એકાઉન્ટ દ્વારા જણાવેલ છે. સેનેટમાં આ ડાકાના પ્રોગ્રામ અંગે જે ભાંજગડ ઉભી થયેલ છે તેનો જરૃરી ઉકેલ આવે તે માટે સેનેટમાં દ્વિપક્ષીય ચર્ચાઓ ચાલી રહેલ છે તેના બે મહિના બાદ વાઇટ હાઉસમાં આ મીટીંગ યોજવામાં આવી હતી, જેમાં ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરોને હાજર રહેવા માટે આમંત્રણ સુધ્ધા આપવામાં આવ્યું ન હતું.

ડાકાના પ્રોગ્રામને જો હલ કરવો હોય તો ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરોને સહકાર અવશ્ય જોઇશે કારણ કે આ મીટીંગમાં કેટલાક રીપબ્લીકન પાર્ટીના સેનેટરોએ ગેરકાયદેસર વસાહતીઓને અમેરિકામાં કાયમી વસવાટ કરવા દેવા માટે જે યોજના વિચારવામાં આવેલ હતી તેનો ઘોર વિરોધ કર્યો હતો.

આ અંગે વધારામાં જાણવા મળશે તેમ રીપબ્લીકન પાર્ટીના એરીઝોના રાજ્યના સેનેટર જેફ ફલેઇક કે જેઓ દ્વિપક્ષીય મંત્રણામાં પોતે જોડાયેલા છે તેઓએ આ વાઇટ હાઉસની સેનેટરની મીટીંગમાં હાજરી આપી ન હતી. કારણ કે ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરોને આ મીટીંગમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જેનો તેમને વિરોધ હતો. તેમણે આ વેળા સ્પષ્ટ પણે જણાવી દીધું કે રીપબ્લીકન પાર્ટીની નેતાઓની યોજવામાં આવેલ મીટીંગમાં હાજર રહેવામાં મને લેશ માત્ર રસ નથી અને તેવી મીટીંગમાં હું હાજર રહેવા માંગતો નથી. ડાકાના પ્રોગ્રામ અંગે જો કોઇપણ પ્રકારની મીટીંગ યોજવામાં આવે તો તે દ્વિપક્ષી પ્રકારની હોવી જોઈએ એવું તેમણે વધારામાં જણાવ્યું હતું.

વાઇટ હાઉસના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે ડાકાના પ્રશ્ન અંગે ચર્ચા કરવા માટે આવતા અઠવાડીયે દ્વિપક્ષી મંત્રણા મિટીંગ યોજવામાં આવશે. આ સમગ્ર પ્રશ્ન અંગે વાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફના અગ્રણી જોન કેલી ક્રિસમસ પહેલા દ્વિપક્ષી સેનેટરોને મળ્યા હતા અને તેઓની શી રજુઆત છે તેનું લીસ્ટ આપવા વિનંતી કરી હતી.

અમેરિકાના પ્રમુખે જ્યારે ડાકાના પ્રોગ્રામને રદ કર્યો તે વેળા કેટલાક લોકોને પોતાની વર્ક પરમીટો રીન્યુ કરવાની તક આપી હતી. પરંતુ જેઓની પરમીટ માર્ચ માસની પાંચમી તારીખ પછી પૂર્ણ થતી હોય તેવા લોકોની પરમીટો રીન્યુ કરવામાં ન હતી આવી. આગામી માર્ચ મહિના પહેલાં કોંગ્રેસના નેતાઓ જો ડાકાના પ્રોગ્રામ અંગે કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરે તો આ લોકોનું ભાવી ધુંધળું થઇ જશે. આગામી માર્ચ માસની પાંચમી તારીખ એ અંતિમ તારીખ છે એવું જે રીપબ્લીકનો જણાવે છે તે બીના તદ્દન જુઠ્ઠી છે ખરેખર તો આ ડાકાનો પ્રોગ્રામ તો પ્રમુખે અગાઉના સમયથી રદ કરેલો છે. અને દરરોજના ૧૨૨ જેટલા લોકો પોતાનો હક ગુમાવી રહ્યાં છે.

રીપબ્લીકન પાર્ટીના સેનેટર જેફ ફલેકે ડ્રીમ એક ડ્રીમ એક નામનું એક બીલ સ્પોન્સર કરેલ છે અને તેમાં જે સંતાનો નાની વયે પોતાના પરિવારના સભ્યો સાથે અમેરિકામાં ગેરકાયદેસર રીતે આવેલા છે તેઓને અત્રે રહેવાનો કાયદેસરનો અધિકાર આપવો જોઈએ એવી માંગણી કરવામાં આવેલ છે.વાઇટ હાઉસની મીટીંગમાં હાજર રહેલા સેનેટર લીન્ડસી ગ્રેહામ પણ આ ડ્રીમ એક્ટ બીલના પણ સ્પોન્સર છે.

Post Comments