Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચોમાસુ આવે એટલે વૃક્ષો વાવવા નીકળી પડે છે

- ૭૫ વર્ષના દાદાનો સેવાયજ્ઞા

- સેવા કરવાની પ્રેરણા મને ગાંધીજી પાસેથી મળી છે

૭૫ વર્ષના જશવંતલાલ પટેલે પર્યાવરણનું જતન કરવાનો અને જરૃરિયાતમંદની સેવા કરવાનો અનોખો સેવાયજ્ઞા ઉપાડયો છે. તેઓ દર ચોમાસામાં તેઓ લીમડો અને કણજી જેવા વૃક્ષોના બી લઈ સવારે નીકળી પડે છે. અને  જેવા સ્થળોએ જતી બસ કે ટ્રેઈનમાં બેસી આખા રસ્તે બી નાખતા જાય છે. આ ઉપરાંત તેમણે અમદાવાદના દાદાસાહેબના પગલા વિસ્તારમાં એક ખાલી ડ્રમ મુકી રાખ્યું છે. જેમાં લોકો વધારાના કપડાં મુકી જાય છે. જશુદાદા આ વસ્ત્રોને ભેગા કરી તેમને જરૃરિયાતમંદ વિસ્તારના પરિવારો સુધી પહોંચાડે છે. તેમણે અમદાવાદના ઝગડીયા તાલુકા, ઉજ્જૈન, સુંધામાતા, રાજકોટ, સાણંદ જેવા વિસ્તારોના લોકો સુધી વસ્ત્ર પહોંચાડે છે. તેમનું કહેવું છે કે, 'ચાલુ બસમાંથી બી નાખી વૃક્ષો વાવતા એક ભાઈ અંગે છાપામાં લેખ આવ્યો હતો. તે વાંચીને મને પણ મારા સમયનો સદઉપયોગ કરી આ રીતે વૃક્ષો વાવવાનો વિચાર આવ્યો. હું ચોમાસામાં જ્યાં પણ જઉં ત્યાં મારી સાથે લીમડો અને કણજીના ૨૦૦-૩૦૦ બી લઈ જઉં. અને રસ્તામાં દર થોડા અંતરે તેને ટ્રેઈન કે બસની બારીમાંથી નાંખતો જઉ. આ બે વૃક્ષો એવા છે જેને એક વાર ઉગ્યા પછી બહુ પાણીની જરૃર નથી પડતી. એટલે ચોમાસામાં વરસાદના પાણીના લીધે એ ઉગી નીકળે. પછી ઉનાળામાં પણ તેને વાંધો ન આવે. ઘણીવાર તો હું અને મારા મિત્ર પ્રવિણભાઈ અમે બેઉ ખાસ બી નાખવા માટે નીકળી પડીએ. અને સવારે જઈને સાંજે પાછું આવી જવાય એવી જગ્યાએ જઈ બી વાવતા આવીએ. થોડાક દિવસ રહીને અમે હરદ્વાર જવાના છીએ તો ત્યાં પણ અમે આ રીતે બી લેતા જવાના છીએ. સેવા કરવાની પ્રેરણા મને ગાંધીજી પાસેથી મળી છે

Post Comments