Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇસરો દ્વારા બનાવાયેલી એટોમિક ક્લૉક આગામી જુલાઇ સુધીમાં લોન્ચ થશે

ઇસરો ખાતે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરાયું

ઇસરો દ્વારા ટેકનોલોજી ડેની ઉજવણી નિમિતે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ પ્રદર્શનમાં આઇઆરએનએસએસ ઉપગ્રહોનો નમુનો, મંગળયાન અને ચંદ્રયાનના પોલેડ અને બીજી ઘણી સ્પેસ ટેકનોલોજીને લગતી માહિતી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે પત્રકાર પરિષદને સંબોધતા સેક ડિરેક્ટર તપન મિશ્રાએ કહ્યું કે, નેવીગેશન સેટેલાઇટને એક્યુરેટ બનાવવા માટે ઇસરો દ્વારા દેશી એટોમિક ક્લૉક વિકસાવવામાં આવી રહી છે. જેને નેવીગેશન સેટેલાઇટ સાથે જોડી ભારતીય નેવીગેશન સિસ્ટમને વધારે સારી બનાવી શકાશે. ઇસરો દ્વારા પણ એટોમિક ક્લૉકનું સંપૂર્ણ ટેસ્ટિંગ આગામી ૧૭ તારીખ સુધીમાં પુરૃં થશે.

ત્યારબાદ જુલાઇ સુધીમાં તેનું લોન્ચિંગ કામ હાથ ધરાશે. ઇસરો દ્વારા નજીકનાં ભવિષ્યમાં એટોમિક ક્લૉકના પ્રોજેક્ટ લોન્ચિગ કરાશે. એટોમિક ક્લૉકનાં નિર્માણ બાદ ઇસરો વિશ્વની કેટલીક રેર સંસ્થાની કેટેગરીમાં આવશે. જેઓ દ્વારા એટોમિક ક્લૉક બનાવવામાં આવી છે.

એટોમિક ક્લૉકનો ઉપયોગ સમયનો તફાવત જાણવા થાય છે

એટોમિક ક્લૉકનો ઉપયોગ નેવીગેશનની જૂદી જૂદી સેટેલાઇટ વચ્ચેના સમયનો તફાવત, નેવીગેશન રિસીવરની ચોક્કસ સ્થિતિ અને પૃથ્વી પરનાં ઓબ્જેક્ટને માપવા માટે ઉપયોગમાં લેવાય છે. નેવીગેશન માટે ક્રિસ્ટલ ક્લૉકનો પણ ઉપયોગ થાય છે પરંતુ તે એટોમિક ક્લૉક જેટલી ચોક્કસ નથી.

નાસા-ઇસરોનો જોઇન્ટ પ્રોજેક્ટ 'નિસાર ૨૦૨૧'માં લોન્ચ થશે

નિસાર કુદરતી આફતો જેવી કે, ભૂસ્ખલન, જ્વાળામુખી, સુનામી અને ધરતીકંપ જેવી પરિસ્થિતિની માહિતી મેળવી શકાશે. ઉપરાંત નિસાર દ્વારા એકત્રિત કરાયેલા ડેટાના આધારે વિવિધ ભૂસ્તરીય રિસર્ચ પણ કરી શકાશે. નાસા અને ઇસરોનાં આ જોઇન્ટ પ્રોજેક્ટ નિસારને આગામી ૨૦૨૧ સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

રેલવે GPS સિસ્ટમનો પહેલો ટેસ્ટ સફળ થયો છે

રેલવે અકસ્માત ઓછા થાય તે હેતુથી ઇસરો દ્વારા જીપીએસ સિસ્ટમ રેલવેમાં ફિક્સ કરાઇ હતી. જીપીએસ સિસ્ટમનો પહેલો ટેસ્ટ સફળતા સાથે પૂર્ણ થયો છે. હવે આગામી સમયમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી બીજો ટેસ્ટ કરાશે. ભારતીય રેલવે નેટવર્ક ખૂબ મોટુ હોવાથી જીપીએસ સિસ્ટમનું કામ ઝડપી કરવું થોડું મુશ્કેલ છે. - તપન મિશ્રા, સેક ડિરેક્ટર

Post Comments