Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંશોધનનું પુનરાવર્તન અટકાવવા ગુજરાત યુનિ.એ તમામ ડેઝર્ટેશન ઓનલાઈન કર્યા

ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલય દ્વારા સંશોધનનું પુનરાવર્તન અટકાવવા અને વિદ્યાર્થીઓને ઘરે બેઠા સરળતાથી કોઈ પણ વિષયના માસ્ટર ડિગ્રીના ડેઝર્ટેશન મળી રહે તે હેતુથી  ગ્રંથાલયે ૧૯૪૯થી અત્યાર સુધીના ૧૨ હજારથી વધુ  અનુસ્નાતક વિદ્યાર્થીઓના ડેઝર્ટેશનને ડિજિટલાઈઝેશન કર્યા છે.  જેમાં અંદાજિત ૧૦ હજાર જેટલા વિવિધ વિદ્યાશાખાના જેમાં વાણીજ્ય,  વિનયન, વિજ્ઞાાન, મેડિક્લ, ઇજનેરી અન્ય  કાર્યરત તમામ અભ્યાસક્રમોને આવરી લેતા ડેઝર્ટેશનને ડિજિટલાઇઝેશન કરવાની કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે હાલમાં પ્રકરણવાર 'મેટાડેટા' તૈયાર કરવા, બહુ જૂના ડેઝર્ટેશનના પુને સ્કેનિંગ બાદ ક્લિનિંગ વગેરે બાબતની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ઘણી અઘરી હોવા છતાં જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરી  અનુસ્નાતક કક્ષાના વિવિધ વિદ્યાશાખાના ડેઝર્ટેશનને ગુજરાત યુનિવર્સિટીની સાઈટ પર અપલોડ કરી દેવામાં આવતા ગુજરાતની આ પ્રથમ યુનિવર્સિટી એવી બનશે જેણે પ્રથમ વખત આ કાર્ય કર્યું હશે. અત્યાર સુધી દરેક યુનિવર્સિટી પીએચ.ડી. કે એમ.ફિલના થિસિસને ઓનલાઈન મુકાતા હતા પણ ગુજ.યુનિ.એ પ્રથમ વખત એમ.એ.ના ડેઝર્ટેશનને પણ ઓનલાઈન કર્યા છે.
વારંવાર સમસ્યાઓનો સામનો કરીને સફળતા મેળવી
લાખો જૂના પુસ્તકોથી ભરેલી લાયબ્રેરીમાં અમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડયો જેવી પૂર્વે થયેલ કોમ્પ્યુટરાઝેશન દરમિયાન થયેલ ખામીઓ, મર્યાદિત અને પૂરતુ ટેકનોલોજીકલ અનુભવ ન ધરાવતા કર્મચારીઓ પાસેથી કામગીરી લેવી, આંતરિક ખેચાખેચ અને અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરી આ કાર્ય પુર્ણ કર્યું છે.  આ તમામ સમસ્યાઓ ઉપરાંત ગ્રંથગોઠવણીમાં અમે ૩,૬૦,૦૦૦ પુસ્તકોની પુનઃ ગ્રંથ ગોઠવણી કરી રહ્યા છીએ એ પણ મોટી ચેલેન્જ છે. યોગેશ પારેખ, કા.ગ્રંથપાલ
સારા- નરસા તમામ સમાચારો ડિજિટલ સ્વરૃપે
૧૯૪૯ થી અત્યાર સુધીના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવતા ૪૦ વર્તમાનપત્રોમાંથી ગુજરાત યુનિવર્સિટી સંબંધિત પ્રકાશિત થતા સમાચારો જેવા કે હાલ સુધીના તમામ કુલપતિ, ઉપકુલપતિ તમામ સત્તામંડળોના નેત્તૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટીનો જે વિકાસ થયેલો છે સારા- નરસા તમામ સમાચારોને ડિજિટલ સ્વરૃપે તૈયાર કરાયા છે.  આ સમાચારોના કટિંગ ઓનલાઈન મુકવાથી જૂના વિદ્યાર્થીઓ સરળતાથી તેમના સમયમાં યુનિવર્સિટીના કેવા સમાચાર આવતા હતા અને તે સમયે શું વિકાસ હતો કે શું ગોટાળા હતા તેની સચ્ચાઈ વાંચી શકશે અને અત્યારના વિકાસ કે અવરોધને સરખાવી પણ શકશે.
 

Post Comments