Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં પહેલાં વિચારો કે મને ફાયદો થશે?

- જીટીયુ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, યુવા વ્યાવસાયિકો, સ્ટાર્ટ અપ્સ સહિતના અનેક લોકો ઉપ

- આજના યુગમાં દરેકના ત્રણ પહેલું છે પર્સનલ લાઇફ, પ્રોફેશનલ લાઇફ, સોશિયલ લાઇફ. આ બાબત પર સોશિયલ મીડિય

જીટીયુ ખાતે ઇફેક્ટિવ યુઝ ઓફ સોશિયલ મીડિયા ફોર બ્રાઇટર કરિયર વિષય પર ટૉક યોજાઇ જેમાં સોશિયલ મીડિયા એક્સપર્ટે સ્ટુડન્ટસને કન્ટેન્ટ ક્રિએશન, માર્કેટિંગ જેવા અનેક મુદ્દાઓની વિસ્તૃત છણાવટ કરી કરિયર માટેની તકો કેવી રીતે શોધવી તે અંગે માર્ગદર્શન આપ્યું

 

 

જીટીયુ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, યુવા વ્યાવસાયિકો, સ્ટાર્ટ અપ્સ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા
સાશિયલ મીડિયા ઘણી રીતે આપણી લાઇફમાં ઇન્વોલ્વ થઇ ગયું છે. ખાસ કરીને સ્ટુડન્ટસ સોશિયલ મીડિયાનો કરિયર બનાવવામાં ખૂબ ઉપયોગ કરી શક છે. આજના યુગમાં દરેકના ત્રણ પહેલું છે પર્સનલ લાઇફ, પ્રોફેશનલ લાઇફ, સોશિયલ લાઇફ. આ બાબત પર સોશિયલ મીડિયા ઇફેક્ટ કરે છે. તમે જે પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરો છો તેના આધારે તમારી પ્રોફાઇલની ખબર પડે છે અને તેને આધારે સોસાયટીમાં તમારી ઇમેજ બને છે. આ શબ્દો છે સોશિયલ મીડિયા એક્સપર્ટ યશ ચાવલાના. જીટીયુ ખાતે યોજાયેલા ઇફેક્ટિવ યુઝ ઓફ સોશિયલ મીડિયા ફોર બ્રાઇટર કરિયર વિષય પર નિષ્ણાતોની ટૉક યોજાઇ હતી. જેમાં સ્ટુડન્ટસને સ્ટ્રોંગ સોશિયલ મીડિયા પ્રોફાઇલ, સેલ્ફ બ્રાન્ડિંગ, બ્લોગ ગ્રાફિક્સ, વીડિયો તેમજ પ્રેઝન્ટેશન માટેનું કન્ટેન્ટ ક્રિએશન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટેના લિંક્ડ ઇન, ટ્વિટર, ફેસબૂક, યુ-ટ્યુબ, ગૂગલ, વોટ્સઅપ જેવા પ્લેટફોર્મની ઉપયોગિતા, સેફ્ટી પ્રિકોશન્સ જેવા અનેક મુદ્દાઓની વિસ્તૃત છણાવટ દ્વારા રિસર્ચ અને કરિયર માટેની તકો કેવી રીતે શોધવી, ઓળખવી અને વિકસાવવી તે અંગે માર્ગદર્શન પૂરું પડાયું હતું.  આ વર્કશોપમાં જીટીયુ તેમજ તેની સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, યુવા વ્યાવસાયિકો, સ્ટાર્ટ અપ્સ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયાના ગુરુચાવી બતાવતા યશ ચાવલા કહે છે કે જ્યારે સ્ટુડન્ટસ એન્જિનિયરિંગના ફર્સ્ટયરમાં એન્ટર થાય ત્યારથી જ પોતાના ફિલ્ડના એક્સપર્ટને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું શરૃ કરી દે. ઉપરાંત તે આ એક્સપર્ટની દરેક વાતોને ધ્યાન પુર્વક વાંચે અને પોતાના ફિલ્ડનું નોલેજ વધારે. ક્યારેક એવું પણ બનશે કે જે એક્સપર્ટને તે સોશિયલ મીડિયા પર ફોલો કરે છે તે કેમ્પસ પ્લેસમેન્ટમાં આવે અને સ્ટુડન્ટસની રોજગારીના ચાન્સીસ વધી જાય. સ્ટુડન્ટસ ક્યારેય આડેધડ પોસ્ટ શેર ન કરવી જોઇએ

Post Comments