Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે કમ્પ્યૂટર કે મોબાઇલમાં વધુ ડેટાથી સ્પીડ ડાઉન નહી થાય

અમદાવાદી નિશિલ ઈઝરાયલમાં નવા પ્રકારની કમ્પ્યૂટર મેમરી ટેકનોલોજી પર રિસર્ચ કરી રહ્યો છે

હિમ્મત અને સતત મહેનતથી ધારી સફળતા મેળવી શકાય છે. આ વાત અમદાવાદના અને ઈઝરાયલની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં રિસર્ચ કરી રહેલા નિશિલ તલાટીએ સાબિત કરી આપી છે. તે અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે અને પછી તેણે બિટ્સ પિલાનીમાંથી ઈલેકટ્રીકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

કોલેજના અભ્યાસ દરમિયાન તે પોતાના પ્રોફેસર સાથે રિસર્ચ પ્રોજેક્ટમાં જોડાયો અને તેમની સાથે  રિસર્ચ પેપર પણ પબ્લિશ કર્યું અને આ રિસર્ચ પેપરે તેને ઈઝરાયલની ટેકનિયોન સુધીનો રસ્તો સરળ કરી આપ્યો. નિશિલે ટેકનિયોનમાં એમ.એસ. ઈન ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ વિથ થીસિસ કરવા માટે એપ્લાય કર્યું, જેમાં તેની પસંદગી થઈ અને તેને સ્કોલરશીપ મળી ગઈ.

આજે તેની કોલેજની ટયુશન ફીનો તમામ ખર્ચો આ સ્કોલરશીપમાંથી નીકળી જાય છે ઉપરાંત તેને રિસર્ચ કરવા માટે મહિને આશરે એક લાખ રૃપિયાથી વધારેનું સ્ટાઈપેન્ડ પણ મળે છે. નિશિલે આ વિષય પર  અત્યાર સુધીમાં ૭ કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજૂ કર્યા છે, ૩ રિસર્ચ જર્નલમાં તેના આર્ટિકલ્સ પ્રકાશિત થઈ ચૂક્યા છે ઉપરાંત આ વિષય ઉપર પ્રકાશિત થઈ રહેલા પુસ્તકના બે પ્રકરણો પણ તેણે લખ્યા છે. હાલમાં તે પોતાનું થીસિસ લખવા પર કામ કરી રહ્યો છે. અને સપ્ટેમ્બર મહિનાથી અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરવા જશે.

હાલની મેમરી સિસ્ટમ બિગ ડેટાને એફિશિયન્ટલી હેન્ડલ કરી શકતી નથી, તેથી નવી મેમરી સિસ્ટમની જરૃર છે

નિશિલે ટેકનિયોનમાં નવા પ્રકારની કમ્પ્યૂટર મેમરી અંગે રિસર્ચ કરી રહ્યો છે. તે જણાવે છે કે અત્યારની મેમરી સિસ્ટમ વધારે પ્રમાણમાં ડેટા હોય ત્યારે બરાબર કામ નથી કરી શકતી જેને કારણે કમ્પ્યૂટરની સ્પીડ ધીમી પડી જવાની સાથે ઘણા પ્રોબ્લેમ થતા હોય છે. તેથી અમે નવા પ્રકારની ટેકનોલોજી પર સંશોધન કરી રહ્યા છે. જેનાથી કમ્પ્યૂટર -મોબાઈલની સ્પીડ વધશે સાથે તે વધારે સારી રીતે પરફોર્મ કરી શકશે.

Post Comments