Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાંતિનો સ્ત્રોત દરેક મનુષ્યમાં પહેલેથી જ રહેલો છે

- આધુનિક માનવને આજે બે મોટી સમસ્યા સતાવે છે. એક સમસ્યા મનની શાંતિનો અભાવ અને બીજી સમસ્યા છે વિશ્વશાં

- આવશ્યકતા છે માત્ર એ દિવ્યતાને અભિવ્યક્ત કરવાની. વેદાંતદર્શન વૈશ્વિક એકતાનું દર્શન છે.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે નિખિલેશ્વરાનંદજીએ આધુનિક જીવનશૈલી અને વેદાંત વિચાર એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું જેમાં તેઓએ કહ્યું કે  આધુનિક માનવને આજે બે મોટી સમસ્યા સતાવે છે. એક સમસ્યા મનની શાંતિનો અભાવ અને બીજી સમસ્યા છે વિશ્વશાંતિની વેદાંતનાં દર્શન પ્રમાણે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત, જે  દરેક મનુષ્યમાં પહેલેથી જ રહેલો છે. આવશ્યકતા છે માત્ર એ દિવ્યતાને અભિવ્યક્ત કરવાની. વેદાંતદર્શન વૈશ્વિક એકતાનું દર્શન છે. વસુધૈવ કુટુંબકમ અને સર્વમ ખલુ ઈદમ્બ્ર્રહ્મઃ આ સંદેશાઓ વૈશ્વિક એકતાને ઉજાગર કરે છે. આજે ગ્લોબલાઈઝેશનના યુગમાં જ્યારે આપણે વૈશ્વિક પરિવારની કલ્પનાને ઉજાગર કરવા માંગીએ છીએ, ત્યારે હજારો વર્ષો પૂર્વે વેદાંતમાં એનું પહેલેથી સમાધાન આપેલ છે. ઈશાવસ્ય ઉપનિષદમાં ઈશાવાસ્યમ ઈદમ્સર્વમ્એ શ્લોેકમાં વૈશ્વિક એકતાની વાત સુપેરે રજૂ કરવામાં આવી છે. જેની આ વ્યાખ્યાનમાં તેઓએ વિગતે છણાવટ કરી હતી.
તેઓએ વધુમાં કહ્યું હતુ કે આજે ધર્મની વાડાબંધીને કારણે વિખવાદો અને લડાઈઓ થઈ રહી છે, ત્યારે વેદમાં આપેલ સંદેશ એકમ્સત વિપ્રા બહુધા વદન્તિ અત્યંત પ્રાસંગિક બની જાય છે.સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેના અત્યંત સચોટ અને સરળ ઉપાયો વેદાંત દર્શનમાં નિહિત છે. સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં અમૃતસ્ય પુત્રાનો જે શ્વેતાશ્વેત ઉપનિષદનો સંદેશો આપી અમેરિકનવાસીઓના મનમાં જે શાંતિનો સંચાર કર્યો હતો તે શાંતિની આવશ્યકતા આજે દરેક માનવને છે.
 

Post Comments