Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વ્યવહારિક સમસ્યાનો સામનો કરતાં શીખવે તે જ સાચો ધર્મ

- આજનો માનવી વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીવે છે અને તેને કારણે જ તેને વિજ્ઞાનસંમત ધર્મ અને તર્કપ

- આજના માનવીને એવો ધર્મ જોઈએ છે કે જે એને જીવનની વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવાની તાકાત આપે

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે પ્રથમ વખત ધર્મ-તત્વ-દર્શન વ્યાખ્યાનશ્રેણીની શરૃઆત થશે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા 'ધર્મ-તત્વ-દર્શન વ્યાખ્યાનશ્રેણી'ની શરુઆત કરવામાં આવી છે.  આ શ્રેણીમાં ધર્મની ઉદાત્ત ભાવનાઓનો અને તત્વજ્ઞાનનો તાત્વિક અને જીવનલક્ષી દૃષ્ટિએ વ્યાપક પરિચય મળે તેવો આશય રાખવામાં આવ્યો છે. આ શ્રેણી અંતર્ગત ૧૨ ઓગસ્ટ શનિવારે ૫.૩૦ વાગ્યે એનું સર્વપ્રથમ વ્યાખ્યાન રામકૃષ્ણ મિશન (વડોદરા)ના વિખ્યાત તત્વજ્ઞા સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી 'આધુનિક માનવજીવન અને વેદાંત દર્શન' એ વિશે આપશે. ભારતીય વેદાંત દર્શન અત્યંત પ્રાચીન હોવા છતાં આધુનિક યુગના માનવીઓની સઘળી આવશ્યકતા કેવી રીતે પૂરી પાડે છે તેની તેઓ વ્યાખ્યાનમાં તલસ્પર્શી છણાવટ કરશે. આજનો માનવી વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીવે છે અને તેને કારણે જ તેને વિજ્ઞાનસંમત ધર્મ અને તર્કપ્રધાન તત્વદર્શન સ્વીકાર્ય બને. આજે જગતમાં ગ્લોબલાઈઝેશનનો યુગ ચાલે છે, ત્યારે માનવી એક જુદા પ્રકારનો ધર્મ પામવા માટે આતુર છે. આ એવો ધર્મ છે કે જેમાં સાંપ્રદાયિકતા કે વાડાબંધી ન હોય અને જેના દ્વારા માનવીને શાશ્વત શાંતિ, શાશ્વત આનંદ અને શાશ્વત જીવન પ્રાપ્ત થાય. વળી આજના માનવીને એવો ધર્મ જોઈએ છે કે જે એને જીવનની વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવાની તાકાત આપે તેમજ રોજિંદા માનસિક ટેન્શનમાંથી મુક્તિ અપાવે. આજના સંદર્ભમાં ભારતના પ્રાચીન ષિઓએ વેદોમાંથી જે દર્શન આપ્યું છે, એનાં રહસ્યો સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી આ વ્યાખ્યાનમાં ઉજાગર કરશે.

Post Comments