Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંગીત સભાખંડમાં ''શબદ''ની ગૂંજ

મધ્યસત્રીય સંગીત સંકલ્પ સપ્તક સમારોહ તરીકે જાણીતા પર્વની પાંચમી સંધ્યાએ બેઠકના પ્રથમ ચરણમાં સપ્તકના શિષ્યોએ તબલાં સહિત બાંસુરીવાદન છેડી ગોકુળની યાદ અપાવી દીધી. દ્વિતીય ચરણમાં પતિયાલાના ડૉ.અલંકાર સિંહે કંઠયગાન પીરસ્યું. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં તેમણે રાગ ભૂપાલીમાં વિલંબિત એક તાલમાં શિવ સ્તુતિ રજૂ કરી. ''જા કે સિર ગંગ ભુજંગ ગરે સોહે'' પંજાબી બંદીશ ''મૈં દામન તેણ દે લગિયાઁ યાર'' ગાઇ રાગ નંદમાં ઉપરોક્ત શબદમાં ગુરુબાની પ્રસ્તુત કરી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું. આવિર્ભાવ વર્માએ તબલાં સંગત કરી. તૃતીય ચરણમાં વારાસણીના નીરજ મિશ્રાએ સિતાર પર રાગ કૌંસી કાનડા વહાવી પોતાના પરિવારની પારંપરિક સંગીત પ્રથાનો પરિચય કરાવ્યો. કલાકાર સ્વયમ્ સંગીત પ્રબુદ્ધ અને સંગીત પારંગત હોવાનો જાણે કે પુરાવો મળ્યો.  સભાના અંતિમ ચરણમાં પુણેથઈ પધારેલ શ્રીમતી સ્મિતા દેશમુખે શાસ્ત્રીય ગાયન રજૂ કર્યું. જેમાં રાગ જોગમાં બડાખ્યાલને વિલંબિત એક તાલમાં ''મૈં સુઘર બર પાયો..'' હલકથી વહેતો કર્યો. દ્રૂત તીનતાલમાં ''પીરપરાઇ... પ્રાણ પિયા ઐસો નિઠુર'' ગાતાં તેમની રજૂઆત ભક્તિ સભર ચિત્રાત્મક જણાઇ. સ્મિતાજીએ ઇશ્વર સાથે જાણે કે સીધો સંવાદ કર્યો હોય એવું લાગ્યું જ્યારે તેમણે મરાઠી અભંગની ઉલટભેર પ્રસ્તુતિ કરી...''અવધે ગરજે પંઢરપુર''. ભાવસભર શ્રોતાઓ તૃપ્ત થઇ સ્વગૃહે પાછા ફર્યા.
આજના પરફોર્મન્સ
પ્રથમ

શ્રેયાંશ શાહ- તબલાં સોલો
તેજસ સોની- હાર્મોનિયમ
દ્વિતીય
અભિજિત શિનોય- વૉકલ
જાજ્વલ્ય શુકલા - તબલાં
રાજુ ગાંધર્વ - હાર્મોનિયમ
તૃત્તીય
સુદિપ ચટોપાધ્યાય - ફ્લુટ
બિમલ ભટ્ટાચાર્ય - તબલાં
ચતુર્થ
નબાનિતા ચૌધરી - વૉકલ
શિશિર ભટ્ટ - તબલાં
 

Post Comments