મધ્યકાલીનથી આધુનિક યુગનો પરિચય 'સાહિત્ય પંચામૃત'માં થશે
૨૦થી ૨૪ માર્ચ દરમિયાન આશ્રમ રોડ ખાતે આવેલા આત્મા હોલમાં સાહિત્ય-પંચામૃતનું આયોજન થશે. જેમાં ૮ સાહિત્યક સર્જકો વિશે વિશેષ પરિચય જાણીતા કવિઓ અને લેખકો કરાવશે
ગુજરાતી ભાષાસાહિત્યના ભાવકો અને ચાહકો માટે ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ૨૦થી ૨૪ માર્ચે સાંજે ૬ કલાકે આત્મા હોલ (મીલ ઓનર્સ બિલ્ડીં ઓડિટોરીયમ) આશ્રમ રોડ ખાતે સાહિત્ય-પંચામૃત નામના કાર્યક્રમનું વિશેષ આયોજન કરાશે જેમાં મધ્યકાલીન યુગ, સુધારકયુગ, પંડિતયુગ, ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ અને અનુઆધુનિક વિશે અને દરેક યુગના સર્જકો વિશે ઉંડાણથી જાણીતા કવિઓ કવિતાનો પાઠ અને ગદ્યખંડોનું પઠન કરશે આ કાર્યક્રમ સાહિત્ય પ્રેમીઓ માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
૧૩ વક્તાઓ મધ્યકાલીનથી આધુનિક યુગનો પરિચય કરાવશે
લટકો સવા લાખાનો
મધ્યકાલીન યુગ અને મધ્યકાલીન યુગપ્રતિનિધિ સર્જક આદ્યકવિ નરસિંહ મહેતા વિશે વ્યાખ્યાન જવાહર બક્ષી 'લટકો સવા લાખનો' અને કાવ્યપઠન માધવ રામાનુજ ૨૦ માર્ચે કરશે.
ઊગ્યું અરુણું પરભાત
૨૧ માર્ચે સુધારકયુગ અને સુધારક યુગપ્રતિનિધિ સર્જક નર્મદ વિશે પ્રવિણ દરજી વ્યાખ્યાન આપશે જયારે રાજેશ વ્યાસ કાવ્યપઠન કરશે.
સુંદરગિરિશિખર
પંડિતયુગ અને પંડિત યુગપ્રતિનિધિ સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે 'સુંદરગિરિશિખર' નામથી ૨૨ માર્ચે યોગેન્દ્ર વ્યાસ વક્તવ્ય આપશે જ્યારે લતા હિરાણી કાવ્યપઠન કરશે.
અવનીનું અમૃત અને શાંત કોલાહલ
ગાંધીયુગ અને ગાંધી યુગપ્રતિનિધિ સર્જક ઉમાશંકર જોષી વિશે અવનીનું અમૃત વ્યાખ્યાન મણિલાલ પટેલ આપશે જ્યારે અનુગાંધીયુગ અને અનુગાંધી યુગપ્રતિનિધિ સર્જક રાજેન્દ્ર શાહ 'શાંત કોલાહલ' વિશે વિનોદ જોશી ૨૩ માર્ચે વાત કરશે.
વિસ્મયનો વૈભવ અને આઠમો રંગ
આધુનિકયુગ અને આધુનિક યુગપ્રતિનિધિ સર્જક સુરેશ જોષી વિશે 'વિસ્મયનો વૈભવ' ભાગ્યેશ જ્હા, વાત કરશે જ્યારે આનુઆધુનિક યુગ અને અનુઆધુનિક યુગપ્રતિનિધિ સર્જક નીરવ પટેલ અને હિમાંશી શેલત વિશે 'આઠમો રંગ' નામથી નિસર્ગ આહીર અને પૂર્વી ઓઝા વ્યાખ્યાન આપશે.
Post Comments
નડાલનો મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ૧૧મી વખત ઐતિહાસિક વિજય
બ્રાઝિલીયન ગોલકિપર સિઝરની નિવૃત્તિ
બોક્સિંગમાં ઈન્ડિયન ટાઈગર્સના બેવડા વિજય
ગોલ્ફર રાહીલ ગંગજીએ જાપાન ઓપન જીતી
ફેડ કપ : જર્મનીને હરાવીને ચેક રિપબ્લિક ફાઈનલમાં
બાર્સેલોના સતત ચોથી વખત 'કોપા ડી રે' ચેમ્પિયન
તેંડુલકરે ૨૦૧૫માં જ કહ્યું હતુ કે 'તું નંબર વન બનીશ' : શ્રીકાંત
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
નમસ્તે લંડનની રિલિઝ ડેટ વહેલી કરવામાં આવી
આયમ નોટ પ્રેગનન્ટ, બેવકૂફ...
ખભો જલદી સાજો થઇ જાય એની રણવીરને ઉતાવળ છે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News