Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વ્યક્તિની ઓળખ પુરૃષ કે સ્ત્રીના આધારે નહી તેના વ્યક્તિત્વથી કરવી

એલ.ડી. એન્જિનિયરિંગ ખાતે ટેડએક્સનું આયોજન કરાયું

પુરૃષ કે સ્ત્રીને તેની જાતિના આધારે ઓળખ કરવી આવાકાર્ય નથી. વ્યક્તિત્વની ઓળખ માત્ર માનવતા પરથી થવી જોઇએ. તેમ એલ.ડી. એન્જિનિયરિંગમાં યોજાયેલી ટેડ ટૉકમાં ફર્સ્ટ ટ્રાન્સજેન્ડર નિતાશા બિશ્વાસે કહ્યું હતું. ટેડએક્સ એલડીઇસીની થીમ ચેઇન રિએક્શન રાખવામાં આવી હતી. ચેઇન રિએક્શનમાં સ્પિકર્સે તેમના જીવનમાં આવેલા વળાંકો વિશે વાત કરી સ્ટુડન્ટ્સને તેમના જીવનમાં આવતા પડકારોનો સામનો કરવાની શીખ આપી હતી

સ્કૂલમાં ભણતા છોકરામાંથી છોકરી બની

ટ્રાન્સજેન્ડર લોકો હંમેશા દેશ માટે મહત્ત્વના રહ્યાં છે. જ્યારે હું સ્કૂલમાં ભણતા છોકરામાંથી છોકરી બની ત્યારે લોકોને મારી અવસ્થા વિશે અસમંજસ રહેતી હતી પરંતુ ત્યારે બાદ લોકોને ટ્રાન્સજેન્ડર વિશે સજાગતા આવી. મેં બ્યુટી ક્વિન બનવા માટે પણ ઘણી મહેનત કરી અને અંતે સફળ રહી છું. હવે આગામી સમયમાં હું અનાથ આશ્રમ ખોલી માતાનું સપનું પુરૃં કરવા માગું છું. - નિતાશા બિશ્વાસ

 

૬ વર્ષની વયે સ્પર્ધા જીતી ત્યારથી જીવન બદલાયું

બાળપણથી સંગીત સાથે જોડાયેલી છું, ત્રણ વર્ષની ઉંમરે સંગીત શીખવાની શરૃઆત કરી અને છ વર્ષની ઉંમરે પહેલી સ્પર્ધામાં વિજેતા બની ત્યારથી મારી જિંદગી બદલાઇ ગઇ. આજે મેં ૨૦ ભાષામાં ગીતો ગાયા છે. જેનાં દ્વારા મને મારી આંતરિક શક્તિ વિકસાવવાની તક મળી છે. - એશ્વર્યા મજુમદાર

પ્લાસ્ટિકની સમસ્યાનું સમાધાન કરવા ગ્રીનબેગ બનાવી

મેગુલુરૃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટના કારણે ઘણી સમસ્યાઓ હતી. તેથી મને ઇકોફ્રેન્ડલી બેગ બનાવવાનો વિચાર આવ્યો. જેના કારણે માત્ર લોકોની હેલ્થ જ નહી, પરંતુ પર્યાવરણમાં પણ સુધાર આવ્યો છે. જો દરેક વ્યક્તિ પર્યાવરણ બચાવવાની એક નાની પહેલ કરે તો પણ પર્યાવરણ અને લોકોની હેલ્થ સુધારી શકાય છે.   - અશ્વથ હેગડે

Post Comments