Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમાજકાર્યની શરૃઆત જ પોતાના બદલાવથી થવી જોઈએ

જન્મ દિવસની ખુશી મોટા ભાગે મિત્રો અને ઘરના સભ્યો સાથે ઉજવવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જયશ્રી રાવલે પોતાના જન્મ દિવસને ઈન્કમટેક્ષ ખાતે આવેલી બહેરાં-મૂંગાની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે મળીને અનોખી રીતે ઉજવવાનું પસંદ કર્યું હતું. આ અંગે વાત કરતા જયશ્રી રાવલ કહે છે કે હું વર્ષોથી મારા જન્મ દિવસે કંઈક સારુ કાર્ય કરીને, કોઈક ના ચહેરા પર સ્માઈલ લાવીને બર્થડે સેલિબ્રેટ કરવાનું પસંદ કરુ છું. પપ્પાએ આપેલા પોકેટમનીમાંથી મારા ખર્ચાઓ પર કાપ મુકી મે ગયા વર્ષે મે એક ગરીબ બાળકીને કપડા અને સ્ટેશનરીનો સામન આપી બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તો અત્યારે હું સમાજકાર્યના પ્રથમ વર્ષમાં છું અને મારુ કામ જ સમાજમાં જઈને સેવા કરવાનું છે તો હું આ રીતે સમાજને બદલવાની શરુઆત નહીં કરુ તો આ વિષયમાં ભણવાનો કોઈ અર્થ નથી અને મારુ મારો નિયમ પણ કંઈક સારુ કાર્ય કરીને જન્મ દિવસનું સેલિબ્રેશન કરવાનો હોઈ મે મારા ચારેક મિત્રો સાથે ગઈકાલે બહેરા-મુંગા શાળામાં જઈને ત્યાંના વિદ્યાર્થીઓની સાથે જન્મ દિવસને સેલિબ્રેટ કર્યો હતો.
 

Post Comments