Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાયકની પુણ્યતિથિએ ગાયકોએ ભાવ૫ૂર્ણ સ્વરાંજલિ અર્પણ કરી

ગુજરાતના મૂર્ધન્ય સંગીતકાર-ગાયક સ્વ. રાસબિહારી દેસાઇની પુણ્યતિથિ નિમિતે તેમને સ્વરાંજલી અર્પણ કરવા ' મધરાતે મોર સાંભળ્યો' શીર્ષકથી સુગમ સંગીતનો કાર્યક્રમ ભારતીય વિદ્યા ભવન અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા યોજાયો હતો ગુજરાતના મૂર્ધન્ય અને આદરણીય સંગીતકાર ગાયક સ્વ. રાસબિહારી દેસાઇની પુણ્યતિથિ નિમિતે તેમને સ્વરાંજલી અર્પણ કરવા ' મધરાતે મોર સાંભળ્યો' શિષર્ક થી સુગમ સંગીત નાં એક કાર્યક્રમ નું જાહેર આયોજન ભારતીય વિદ્યા ભવન અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી નાં સયુંકત ઉપક્રમે ભવન્સ  જે. એ. ઓડિટોરિયમમાં રાત્રે ૮.૩૦ કલાકે યોજવામાં આવ્યો હતો. ગુજરાતી સુગમ સંગીતમાં, માતૃભાષાનાં કાવ્યસંગીતને સતત ધબકતું રાખવામાં રાસબિહારી દેસાઇએ કરેલ પ્રદાન અમુલ્ય છે. તેમના દ્વારા વર્ષ ૧૯૬૭ માં ભવન્સ કોલેજ ખાતે સુગમ સંગીત વિભાગની સ્થાપના કરવામાં આવી અને શ્રુતિ વૃંદ નાં નેજા હેઠળ અનેક કલાકારો ને તૈયાર કરવામાં આવ્યા હતા અને આ કલાકારો હાલ ગુજરાતી સુગમ સંગીતનાં ગણમાન્ય કલાકારો છે. આવા કલાકારો જેવા કે પ્રહર વોરા, સોનિક સુથાર, હસમુખ બારોટ, કુ. ગાર્ગી વોરા જેવા સ્વરાંકરોે દ્વારા શ્રોતાઓ ને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
 

Post Comments