Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઉથની ફિલ્મોમાંથી ભારતીય કલ્ચર અને કન્સેપ્ટની સમજ લેવી જોઈએ

- નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન ખાતે 'સાંપ્રત સમયનું ભારતીય સિનેમા' વિષય પર ડીબેટ યોજાઈ હતી જેમાં ભારતીય સિનેમાની વાસ્તવિકતા અને ફિલ્મોને મળતા ન્યાય પર વિદ્યાર્થીઓએ ચર્ચા કરી હતી

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ  માસ કોમ્યુનિકેશનની ૨૮મી ઇન્ડિપેન્ડન્ટ માસ પાવર ડિબેટ ફોરમ યોજાઈ હતી. જેમાં આ વખતની ડિબેટનો વિષય ભારતીય સિનેમાનો  અત્યારનો દોર  મનોરંજક કે સચેત કરતો હોવો જોઈએ એ રહ્યો હતો. જેમાં કોલેજના  વિદ્યાર્થી, પ્રોફેસર અને શહેરીજનો જોડાયા હતા. આ ડિબેટમાં ભારતીય   ફિલ્મો ફક્ત  મનોરંજન વાળી હોવી જોઈએ કે સમાજને સચેત કરતો અને સમાજનો  સાચો અરિસો દેખાડે એવી હોવી જોઇએ. આ વિષયો ધ્યાનમાં  રાખી ચર્ચા    કરવામાં  આવી   હતી.  જેમાં   દરેકે   પોતાના પોઝિટિવ  અને નેગેટિવ ઓપિનિયન આપ્યા હતા.  અહીં ખાસ કરીને વિદ્યાર્થીઓ વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી જેમાં  ગ્રાન્ડ મસ્તી,   ક્યાં  કૂલ  હે હમ જેવી ફિલ્મો આવી રહી છે તે ૧૦૦ કરોડની કમાણી કરી છે અને સમાજને સચેત કરતી ફિલ્મો જેવી કે એરલિફ્ટ, નીલ બટ્ટે  સન્નાતાં, બેબી  જેવી   ફિલ્મો હિટ જાય છે પરંતુ ગ્રાન્ડ મસ્તી જેવી  નહીં. તેની  સાથે   એવી   ચર્ચા પણ થઈ  કે સેન્સર બોર્ડ  ક્યાં કૂલ હૈ હમ જેવી ફિલ્મોને કટ રિલીઝ કરવાની પરવાનગી આપે છે જ્યારે સેન્સર બોર્ડ   આવી ફિલ્મોને  પરવાનગી જ ના  આપવી  જોઈએ.

એડલ્ટ  કોમેડી  જેવી  ફિલ્મો  હોવી જોઈએ  પરંતુ  ચીપ કોમેડી  નહીં. આપણા  ભારતીય   સિનેમામાં એડલ્ટ  કોમેડી  કરતા  ચીપ  કોમેડી  વધારે  જોવા  મળે છે  જે સમાજ માટે  સારું  નથી. ફિલ્મએ  સમાજ ને અરીસો  દેખાડે  છે અને  સમાજ  ફિલ્મો માંથી ઘણું   શીખે  છે તો  સમાજનાં  લોકોએ  જ નીલ બટ્ટે  સન્નાતાં, બેબ, એરલિફ્ટ જેવી ફિલ્મોને જોવા જવી જોઈએ અને આવી જ ફિલ્મોને વધારો આપવો જોઈએ. આજની  તારીખમાં આપણો ભારતીય સિનેમા ખૂબ આગળ વધી રહ્યો છે. સાઉથની ફિલ્મો, બોલીવુડની ફિલ્મો સારા કોન્સેપ્ટ સાથે આવી રહી છે . તેમજ બહુબલિ-૨ ને મળી રહેતી સફળતા અને તેમાં કરેલા વીએફએક્સ અને એડિટિંગ વિષે પણ ચર્ચા થઈ હતી.

ભારતીય સિનેમાનું સ્તર પહેલાંથી ઊંચુ જ છે
પહેલાના સમયમાં ઘણી એવી ફિલ્મો હતી જે ઘણી સારી હતી પણ આજના યુથને તેના વિશે ખાસ ખ્યાલ ન હોવાથી આપણે આજની ફિલ્મોની જ વાત કરીએ છીએ. બાહુબલી-૨ ફિલ્મે ભારતીય સિનેમાનું સ્તર ઘણું ઉંચુ કર્યું છે પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે ભૂતકાળમાં અને વર્તમાનમાં સોસાયટીની રિયાલિટી લઈને મજબુત કન્ટેન સાથે ઘણી ફિલ્મો આજે પણ બને છે જે ભારતીય સિનેમા માટે ગર્વની વાત જ છે. આયુષી સેલાની- સ્ટુડન્ટ

બોલિવૂડમાં હલકી કક્ષાની ફિલ્મો આરામથી કમાઈ લે છે
આપણા દેશમાં ઉડતા પંજાબમાં જેવી રિયાલીટી દર્શાવતી ફિલ્મમાં સેન્સર બોર્ડ એટલા કટ મુકે છે કે આખી ફિલ્મની વાત જ બદલાઈ જાય છે અને રિયાલીટી બહાર નથી આવવા દેતા ત્યારે ગ્રાન્ડ મસ્તી જેવી હલકી કક્ષાની ફિલ્મો ભારતમાં સો કરોડ આરામથી કમાઈ લે છે ત્યારે સેન્સર બોર્ડે થોડાક બદલાવ લાવવાની જરુર છે. મદારી જેવી સોશ્યલ ફિલ્મ માંડ ચાલે છે અને અન્ય વાહિયાત ફિલ્મો સો કરોડના ક્લબમાં પહોંચે છે ત્યારે પ્રોડયુસરો પણ આવી વાહિયાત ફિલ્મો આપવામાં રસ દાખવે છે. હરિતોષ ભટ્ટ- સ્ટુડન્ટ
 

Post Comments