Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રથયાત્રાની કોમી વિવાદથી કોમી એખલાસ સુધીની યાત્રા

રથયાત્રા કોમી તંગદિલીનું નહીં પણ કોમી એખલાસનું પ્રતિક બની છે

એક સમય હતો જ્યારે રથયાત્રા શહેરમાં કોમી તંગદિલી ઊભું થવાનું નિમિત્ત બનીને રહી ગઈ હતી. રથયાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી નીકળે અને લોકોના જીવ પડીકે બંધાઈ જાય.. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે અને રથયાત્રા કોમી તંગદિલીનું નહીં પણ કોમી એખલાસનું પ્રતિક બની છે. રથયાત્રાનો આ ચહેરો બદલવામાં શહેરીજનો, પોલીસવડાઓથી માંડીને ધાર્મિક આગેવાનો સુધી તમામનો ફાળો રહ્યો છે. આજે રથયાત્રાની ઈમેજ બદલનારા આવા જ કેટલાક નામોને યાદ કરીએ.

 

2002માં થયેલી કોમી અથડામણો વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી રથયાત્રા

2016ની રથયાત્રામાં હિંદુ મુસ્લિમો માટે કોમી એકતાના પ્રતિક સમાન તસ્વિર

રથયાત્રાને આવકારવાની પહેલ કરવા બદલ મારા ફાધરને ધમકીઓ પણ મળેલી

૧૯૮૫માં શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને રથયાત્રા વખતે કોમી તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. રથયાત્રાની શરુઆત જમાલપુરથી થાય અને જો શરુઆતમાં જ કોમી તંગદિલી ઊભી થાય તો તેના પડઘા આખા ગુજરાતમાં પડે. આવા વખતે મારા ફાધર જે.વી.મોમીન સાહેબે જગન્નાથ મંદિરના તે વખતના મહંત શ્રીરામેશ્વરદાસજીને રૃબરૃ મળીને રથયાત્રા વખતે કોમી એક્તા સ્થપાય તે માટેના પ્રયાસો કરવાની પહેલ કરી હતી.

બંને કોમો વચ્ચે દ્રેષનું વાતાવરણ હતું એટલે આ પ્રયાસો બદલ તેમને એ વખતે સમાજમાંથી બોયકોટ કરવાની તથા જાનમાલના નુકસાનની ધમકીઓ પણ મળી હતી છતાં તેનાથી ડર્યા વગર તેમણે પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. હવે તો મુસ્લિમ સમાજની અનેક સંસ્થાઓ- વ્યક્તિઓ આગળ આવીનેરથયાત્રાનું હોંશભેર સ્વાગત કરે છે. - પરવેઝ જે.વી મોમીન

 

 

કૃષ્ણભક્ત સિરાઝભાઇ વર્ષોથી રથયાત્રામાં જોડાય છે

માણસ જન્મે છે ત્યારે તે હિન્દ કે મુસ્લિમ કે અન્ય કોઈ પણ સમુદાયનો ઠપ્પો લગાવીને નથી આવતો. આવા વાડાઓ તો આપણે ઊભા કર્યા છે. આ શબ્દો છે દાઉદી સમુદાયના સિરાઝ રંગવાલાના. તેઓ છેલ્લા પચીસેક વર્ષથી રથયાત્રામાં ભાગ લે છે.

અલ્લાહની બંદગી કરવાની સાથે કૃષ્ણ પ્રત્યે પણ ખાસ પ્રીતિ ધરાવતા સિરાઝભાઈ રથયાત્રાનો સાથ ભગવાન મોસાળે પહોંચી જાય ત્યાં સુધી છોડતા નથી અને ૭૨ વર્ષેય પગપાળા રથયાત્રામાં જોડાય છે. તેમનું કહેવું છે કે જો તમને શ્રધ્ધા હોય તો રામ કે રહિમ કોઈ પણ સ્વરૃપની દિલથી આરાધના કરવાથી પરમતત્વ સુધી જરુર પહોંચી શકાય છે. 

ઈમેજ બદલવામાં સૌથી મોટો ફાળો પ્રજાજનોનો!

રથયાત્રાને કોમી એક્તાનું પ્રતિક બનાવનારા અમદાવાદીઓ પોતે જ છે. પ્રજા સમજે છે માટે રથયાત્રા કોમી એખલાસનું પ્રતિક બની  શકી છે. જે.વી. મોમીન, ગુલાબખાન  ફારમવાલા, ઉસ્માન દેવડીવાલા, ચાંદમિયા, ઈકબાલભાઈ બહેલિમ, હબિબભાઈ મોમીન જગન્નાથ મંદિરના મહંતશ્રી તથા ટ્રસ્ટીમંડળ સહિતના તમામ લોકોએ વાતાવરણ સારું બનાવવા ખૂબ પ્રયત્નો કર્યા છે. શરૃઆતમાં પોલીસ કમિશનર એ.કે.ટંડને પણ તમામ કોમના લોકો વચ્ચે સોશિયલ બોન્ડિંગ ઊભું કરવા ખાસ પ્રયત્નો કર્યા હતા. આ બધાના સારા પરિણામો આપણી સામે છે. - મહેન્દ્રભાઈ ઝા, જગન્નાથ મંદિર ટ્રસ્ટી

બે કોમના મિત્રો છેલ્લા ૨૫ વર્ષથી સાથે રથયાત્રા નિહાળે છે

રથયાત્રા હોય ત્યારે સવારથી જ ઈસનપુરમાં રહેતા શ્રેયસભાઈ શાહ પોતાના પરિવારને લઈને જમાલપુરમાં રહેતા તેમના મિત્ર મહોમ્મદભાઈ મેમણને ત્યાં પહોંચી જાય છે. અને મહોમ્મદભાઈના ઘરની બાલ્કનીમાંથી બંને પરિવારો છેલ્લા ૨૫ વર્ષથી સાથે બેસીને રથયાત્રાના દર્શન કરે છે. પોતાની મિત્રતા અંગે મહોમ્મદભાઈ કહે છે કે અમારા સંબંધોમાં ધર્મ ક્યારેય વચ્ચે નથી નડતો!

સરસપુર ખાતે મુસ્લિમ કલાકારોએ વાંસમાંથી ૧૬ ફૂટ ઊંચું શિખર બનાવ્યું

રથયાત્રાને આવકારવા માટે ભગવાનના મોસાળ સરસપુરમાં ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વખતે સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતે બંગાળના મુસ્લિમ કલાકારોએ વાંસમાંથી ૧૬ ફૂટ ઊંચું શિખર તૈયાર કર્યું છે. ઉપરાંત મંદિરના દરવાજા પાસે બંગાળી સંસ્કૃતિની ઝલક આપતો ગેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

Keywords rath,yatra,special,

Post Comments