Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય ફાર્મસી માર્કેટ ૨૦૨૫ સુધીમાં ૧૦૦ બિલિયન ડૉલરનું થશે

ફાર્મસી સ્ટુડન્ટસ માટે જીટીયુ દ્વારા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરાયુ

ફાર્મસીનાં સ્ટુડન્ટસ માટે જીટીયુ દ્વારા સાતમાં પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરાયું છે. જેમાં ૭૨ ફાર્મા કંપનીઓએ સ્ટુડન્ટસને ૧૦૦૦ જગ્યાઓ માટે ઓફર કરી હતી. પ્લેસમેન્ટ ફેરમાં ૧૩મીએ ફાઇનલ રાઉન્ડ યોજાશે. પહેલા દિવસે ઇનોગ્રેશન સેરેમનીમાં ચીફ ગેસ્ટ જૈમિન વાસાએ કહ્યું કે, ૨૦૨૫ સુધીમાં ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટ ૧૦૦ બિલિયન યુએસ ડોલરને પાર કરશે. અને ભારત દેશ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટુ એક્સપોર્ટ માર્કેટ ધરાવતો દેશ બનશે.

કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ્યેશ સોનેજી અને સી.જે. શિશૌ ઉપસ્થિત રહ્યાં હતા. વાઇસ ચાન્સેલર નવિન શેઠે સ્ટુડન્ટસને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. અને આગામી વર્ષે જીટીયુ દ્વારા નેશનલ લેવલની ફાર્મા હેકેથોન યોજાશે તેવી જાહેરાત કરી હતી.

ભારત જેનરિક મેડિસિન એક્સપોર્ટ કરતો વિશ્વનો સૌથી મોટો દેશ છે

ભારતમાં ૧૯૩૨માં હિંદુ બનારસ યુનિવર્સિટીમાં ફાર્મા એજ્યુકેશન આપવામાં આવતું હતું. ત્યારબાદ દેશમાં સતત ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ અને એજ્યુકેશનનો વ્યાપ વધતો રહ્યો છે. ૨૦૧૬-૧૭માં ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે ૧૬.૮ બિલિયન યુએસ ડોલરનું એક્સપોર્ટ કર્યું છે, જે આગામી ત્રણ વર્ષોમાં ૩૦ ટકા જેટલુ વધશે. ભારતીય દવાઓ ૨૦૦થી વધુ દેશોમાં મોકલવામાં આવે છે. ઉપરાંત ભારત જેનરિક મેડિસિન એક્સપોર્ટ કરતો વિશ્વનો સૌથી મોટો દેશ છે. - જૈમિન વાસા

ભારતીય દવાઓ એશિયાના ગરીબ દેશો માટે આશિર્વાદરૃપ છે

આગામી સમયમાં ભારત મેડિસીન્સ કે તેનાં સંશોધનની બાબતમાં મહાસત્તા બનશે. કારણ કે, હાલની રીસર્ચ બેઝ્ડ એજ્યુકેશન સિસ્ટમ અને દવા સંબંધી સઘળું લિટ્રેચર હોવાનો ફાયદો થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં અહેવાલ મુજબ ભારતીય ડ્રગ એશિયાના ગરીબ દેશો માટે આશિર્વાદરૃપ છે. કારણ કે, તે પ્રમાણમાં બીજા કરતા સસ્તી હોય છે. - સી.જે. શિશૌ

Post Comments