Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મૂટ કોર્ટ જેવી કોમ્પિટિશનથી લૉ સ્ટુડન્ટસની કારકિર્દીમાં નિખાર આવે છે

જીએલએસમાં બીએ-એલએલબીના ફ્રેશર્સ સ્ટુડન્ટસ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

જીએલએસ લૉ કોલેજમાં બીએ એલએલબીના ફ્રેશર્સ  સ્ટુડન્ટસ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. આ પ્રોગ્રામમાં સિનિયર કાઉન્સિલર સુધીર નાણાવટી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, મોટાભાગનાં સ્ટુડન્ટસ લૉ સબ્જેક્ટને પોતાની કારકિર્દી તરીકે જોતા હોય છે પરંતુ તેમાંથી ઘણા ઓછા સ્ટુડન્ટસ લૉનો અભ્યાસ કરીને સફળ બની શકતા હોય છે.

લૉ સબ્જેક્ટમાં સફળ થવા માટે માત્ર ક્લાસરૃમનું નોલેજ પુરતું નથી, લૉ વિષયનું વધુ નોલેજ મેળવવા માટે ડ્રાફ્ટિંગ, કોર્ટ અને બોલવાની કળાનું પણ મહત્ત્વ રહેલું છે. વક્તૃત્વ કળાને વધારે નિખાર આપવા માટે સમયાંતરે મૂટ કોર્ટમાં ભાગીદારી નોંધાવવી જોઇએ.

લૉ ફિલ્ડમાં પણ ઘણા ઓપ્શન છે

વ્યક્તિ પાસે બધી વસ્તુનું નોેલેજ હોવું જરૃરી નથી, પરંતુ જે વિષય પર બોલવા જઇ રહ્યાં છો તે વિષયનું સંપૂર્ણ નોલેજ હોવું જરૃરી છે. આજે સ્ટુડન્ટસ પાસે લૉ ફિલ્ડમાં પણ ઘણા ઓપ્શન રહેલા છે પરંતુ લૉ ફિલ્ડમાં ઉજવણ ભવિષ્ય બનાવવા માટે ખૂબ જ હાર્ડવર્ક કરવું જરૃરી છે.

લૉ વિષયનું પાયાનું માળખું સમજાવાયું

ઓરિએન્ટેશનમાં સ્ટુડન્ટસને લૉ ફિલ્ડથી માહિતગાર કરાયા હતા. ઓરિએન્ટેશનમાં લૉ ફિલ્ડ સાથે સંકળાયેલી કેટલીક રોચક વાતો અને લૉનું પાયાનું માળખાનું જ્ઞાાન અપાયું હતું. સાથે કહેવાયું હતુ કે, ક્યારે પણ સ્ટુડન્ટસમાંથી વકીલ બને કે જજ બને ત્યારે હંમેશા સત્ય તરફ ઝુકાવ રાખવો.

Post Comments