Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમય અને છેતરપિંડીથી બચવા હવે RFID કાર્ડથી પેટ્રોલ ભરાશે

સમય અને છેતરપિંડીથી બચવા હવે RFID કાર્ડથી પેટ્રોલ ભરાશે
ટેકનોલોજી અને નવીનતાને પ્રોત્સાહન આપવા આખા રાજ્યની લગભગ ૧૫થી પણ વધુ સરકારી કોલેજનું ઓપન હાઉસ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજમાં યોજાયું છે જેમાં એન્જિનિયરિંગની દરેક શાખાઓના વિદ્યાર્થીઓએ ૩૦૦ પ્રોજેક્ટ રજૂ કર્યા છે.

સબ સ્ટેશનને કંટ્રોલ કરવા માટે સરળ સિસ્ટમ
આ પ્રોજેક્ટ દ્વારા ઈલેક્ટ્રીક સિસ્ટમને સબસ્ટેશનમાં અલગ અલગ પેરામીટર પર કન્ટ્રોલ કરવામાં આવે છે. જે માટે માઈક્રોકન્ટલીર અને જીએસએમનો ઉપયોગ કરવામાં આવે આવ્યો છે. જે સબસ્ટેશનના યોગ્ય કાર્ય માટે જરૃરી છે. તેના માટે નિયંત્રણ માટે અલગ અલગ સિસ્ટમ અત્યારે પણ ઉપલબ્ધ છે પરંતુ આ પ્રોજેક્ટના ઉપયોગ દ્વારા તેના કરતા પણ સરળતાથી નિયંત્રણ થાય છે અને આ પ્રોજેક્ટનો ખર્ચ અત્યારની સિસ્ટમ કરતા પ્રમાણમાં ઓછો છે. આ પ્રોજેક્ટ તરંગ, ઉત્સવી, હર્ષદ અને કિંજલે તૈયાર કર્યો છે.

વિદ્યાર્થીઓએ પેટ્રોલ માટે સ્માર્ટ RFID કાર્ડ વિકસાવ્યું
ભવાની, હિતેશ, પ્રતિક, દીક્ષિત અને જયપ્રકાશે આરએફઆઈડી બેસ્ડ લિક્લિડ ડિસ્ચાર્જ મશીન વિકસાવ્યું છે જે પેટ્રોલપંપ કે કેરોશીન શોપમાં થતા કરપ્શનને રોકી શકાશે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ આરએફઆઈડી બનાવ્યું છે. આ કાર્ડ દરેક વ્યક્તિની પાસે હોય અને તે પેટ્રોલપંપ પર જઈને કાર્ડ સ્કેન કરીને જાતે પેટ્રોલ ભરી શકાય તેમજ સમયની બચતની સાથે સાથે ૨૪ કલાક સુવિધા લઈ શકાશે. આ પ્રોજેક્ટ પેટ્રોલપંપ, કેરોશીન શોપ, ડેરી પર લગાવી શકાશે.

પ્રોગ્રામેબલ લોજીક કન્ટ્રોલર દ્વારા બોયલરને ઓટોમેટિક કન્ટ્રોલ કરી શકાશે
બંસરી નાયક, એશ્વર્યા પરમાર, સોનાલી ગુપ્તા  એ આ પ્રોજેક્ટ ઓટોમેશન સાથે સંલગ્ન છે જેમાં અમે એના મુખ્ય સાધન પીએલસી પર કામ કર્યું છે. અને એનો ઉપયોગ કરીને બોયલર ના ત્રણ જુદા જુદા પેરામીટર જેવો કે તાપમાન, દબાણ અને પાણી ના સ્તરનું અવલોકન તેમ જ તેનું કન્ટ્રોલ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત આપ્રોજેક્ટ ના ઘણા ફાયદા પણ છે જેવા કે ઓછા હ્યુમન ના લીધે માણસ ની જાનહાની માં ઘટાડો થાય છે અને સલામતી માં વધારો થાય છે.

Post Comments