Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એનઆઈડીના બે સ્ટુડન્ટે ફિલ્મો બનાવી

- 'બ્રિક્સ લૂકિંગ ચાઈના યૂથ ફિલ્મ પ્રોજેક્ટ' માટે

- ચીનના શામેનમાં યોજાનારા બ્રિક્સ દેશોના સંમેલન માટે એનઆઈડીના સ્ટુડન્ટસે બનાવેલી ફિલ્મો યૂટયુબ પર

ચીનના શામેન શહેરમાં ૩ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન બ્રિક્સ દેશોના વડાઓનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ સમીટમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી)એ પણ નાનકડો ભાગ ભજવ્યો છે. ચીનમાં બ્રિક્સ સમીટ યોજાવા જઈ રહ્યું છે તેના ભાગરૃપે બ્રિક્સ લૂકિંગ ચાઈના યૂથ ફિલ્મ પ્રોજેક્ટ ૨૦૧૭ હેઠળ ચીનની સંસ્કૃતિને પ્રદર્શિત કરતી ૧૧ ફિલ્મ બનાવવામાં આવી છે. આ તમામ ફિલ્મો અમદાવાદ એનઆઈડીના ફિલ્મ અને વિડીયો વિભાગના અરૃણ ગુપ્તાના માગદર્શન હેઠળ બની છે. ભારત, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, રશિયા જેવા દેશોના ફિલ્મ અને મીડિયાના  ૧૧ સ્ટુડન્ટે આ ફિલ્મો બનાવી હતી. આ તમામ ફિલ્મો બ્રિક્સ સંમેલન પહેલા યૂટયુબ પર રિલિઝ કરવામાં આવી છે. જેમાં એનઆઈડીના બે વિદ્યાર્થી ધુ્રવ સતીજા અને શ્રેયસ દશરથે બનાવેલી ફિલ્મો સેટ ઈન સ્ટોન અને બિટવીન ધ વોલ્સ પણ સામેલ છે.
બિટવીન ધ વોલ્સ
આ ફિલ્મ ચીનના પરંપરાગત ઘરો ધરાવતા દૈમેઈ વિલેજ પર આધારિત છે.  ફિલ્મમાં આ પ્રકારના ઘરોના બાંધકામ અને તેની માવજત અંગેની વાત કરાઈ છે. દમૈઈ વિલેજમાં માત્ર આવા ઘરો જ જોવા મળે છે.
સિટિ ઈન સ્ટોન
આ ફિલ્મ હ્યુઐનના સ્ટોન શેડો કાર્વિંગ પર બનેલી છે. સ્ટોન શેડો કાર્વિંગ પથ્થરોને કોતરીને તેમાંથી ચિત્ર ઉપસાવવાની કળા છે જેમાં ત્યાંની સ્ત્રીઓ માહેર છે. આ એક મહિલા આર્ટીસ્ટ  પર આધારિત ફિલ્મ છે.

Keywords NID's,two,studio,films,made,

Post Comments