Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'ગ્લોબલ ગ્રેજ્યુએશન શો'માં NIDના ૪ વિદ્યાર્થીના પ્રોજેક્ટ ડિસ્પલે કરાશે

દુબઈ ખાતે ૧૩ થી ૧૮ નવેમ્બર દરમિયાન યોજાનારા દુબઈ ડિઝાઈન વીકમાં ગ્લોબલ ગ્રેજ્યુએશન શોમાં શહેરની જાણીતી ડિઝાઈન ઈન્સ્ટિટયુટ એનઆઈડી ભાગ લેવા જઈ રહી છે. આ એક્ઝિબિશનમાં દુનિયાભરની ૯૨ ડિઝાઈન સ્કૂલના ૨૦૦ ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ દર્શાવવામાં આવશે. એનઆઈડીના યંગ ડિઝાઈનર્સ ૨૦૧૭ના ચાર વિદ્યાર્થીના પ્રોજેક્ટને માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ન્યુ મીડિયા ડિઝાઈન પ્રોગ્રામમાં અભ્યાસ કરતી અર્પિતા ચૌધરીએ બાળકોને ચાઈલ્ડ એબ્યૂઝ અંગે અવેર કરવા માટે ડુ-ડા-ડીડ નામની કાર્ડ ગેમ બનાવી છે. બાળકોને પોતાની સલામતી માટે જાગૃત બનાવતી આ ગેમ ચાઈલ્ડ એબ્યૂઝ જેવા મુદ્દા અંગે અવેર તો કરે જ છે સાથે આવી પરિસ્થિતિ જોડે કઈ રીતે ડિલ કરી શકાય તે પણ શીખવે છે. વિથિકા મિશ્રા નામની સ્ટુડન્ટે પ્રોજેક્ટ દરિયાન કાર્ડબોર્ડ ગેમ બનાવી છે. બે વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ જ્યારે ભેગી થાય ત્યારે કઈ રીતે તેમનું કલ્ચર બદલાય તે આ ગેમ દ્વારા તેણે સમજાવવાનો પ્રયેસ કર્યો છે. આ ગેમમાં એક પ્લેયર પૈસાદાર કોલોનિયલ બને છે જેની પાસે પૈસા અને આર્મી છે જ્યારે બીજો પ્લેયર આદિવાસી કે ગ્રામીણ બને છે જે પેલા કોલોનિયલ સામે પોતાના કલ્ચરને બચાવવાનો પ્રયાસ કરે છે. સમીર અન્સારી નામના સ્ટુડન્ટે ડિજિટલ પ્લેટફોર્મ પર પેટર્ન જનરેટ કરવા માટે એક ટૂલ બનાવ્યું છે જે મોબાઈલ એપ્લિકેશનના સ્વરૃપમાં છે. આ ટુલ તેને આપવામાં આવેલા ઓર્ગેનિક અને જીઓમેટ્રિક ઓબ્જેક્ટન ી મદદથી વિવિધ પ્રકારની ડિઝાઈન ક્રિએટ કરી શકે છે.આ ટૂલ ડિઝાઈનર અને આર્કિટેકટને મદદરૃપ થઈ શકે છે. આગમ અરોરાએ પોતાના પ્રોજેક્ટ દરમિયાન પાસવર્ડ પ્રોટેક્ટ ટૂલ બનાવ્યું છે. આ ટૂલ એક ગેમ જેવું છે જેનો પાસવર્ડ નાખતી વખતે ઉપયોગ કરવાથી પાસવર્ડ યાદ રાખવાની જહેમત નથી કરવી પડતી. અને ખોટો પાસવર્ડ નાખ્યો હોય તો પણ જે-તે વ્યક્તિને જ ખબર પડે તેવી રીતે ઈનકરેક્ટ પાસવર્ડ મેસેજને હાઈલાઈટ કરવામાં આવે છે.

 

Post Comments