Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતે કદાચ વિજ્ઞાન ન આપ્યું હોય પણ તેણે સૌથી મોટી વૈચારિક સંપતિ આપી છે

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં નરેશભાઇ વેદે વ્યકતવ્ય આપ્યું

ધર્મ-તત્વ-દર્શન વ્યાખ્યાનશ્રેણીમાં સાહિત્ય ઉપરાંત શિક્ષણક્ષેત્રે બહું મોટું પ્રદાન આપનાર નરેશભાઇ વેદે 'ઉપનિષદોઃ જીવન-વિજ્ઞાાનના ગ્રંથો' વિષય પર વ્યકતવ્ય આપ્યું હતું. તેઓ કહે છે કે, ચાર વેદોનો વ્યાપક સાર ઉપનિષદમાં છે. ભારતે કદાચ વિજ્ઞાન ન આપ્યું હોય પણ તેણે સૌથી મોટી વૈચારિક સંપતિ આપી છે. દરેકના મનમાં એવું થાય કે ઉપનિષદમાં એવું તો શું છે કે જેની આપણે સદીઓ પછી પણ વાત કરીએ છીએ.

આપણે ત્યાં ૧૦૮ ઉપનિષદો છે, જેમાં સદીઓ પુર્વે થઇ ગયેલા શ્રીમંત અને ધીમંત ઋષિમુનિઓએ કોઇ અનુમાન ના કરતા પોતાના જીવનમાં  પ્રયોગો અને આત્મસાદ કરીને તેમના અનુભવોનો નિચોડ ઉપનિષદમાં ઠાલવ્યો છે. અજ્ઞાાત તત્વની જિજ્ઞાાસા અને સાચા સુખને જીવવાવી જિજ્ઞાાસા ઉપનિષદોના ઉત્પતિના મુખ્ય કારણો રહ્યા હતા.

ઉપનિષદમાં પાંચ કર્મેન્દ્રીય, જ્ઞાાનેન્દ્રિયો, મન, મન પર અંકુશ મુકનાર બુધ્ધિ, બુદ્ધિ પર અંકુશ મુકનાર ચિત્ત, ચિત્તને ગતિ આપનારો અહંમ જેવી બાબતો ઉપરાંત જીવમાં ગર્ભનો વિકાસ, જીવના તબક્કા, મનુષ્યોના જન્મ, ધર્મ અને કર્મ, મનુષ્યની બદલાતી ભાવદશા, મૃત્યુ પછીની ગતિ, તેમજ માયામાંથી મુક્ત થવાની રિતોની ખુબ જ જીણવટ પુર્વક છણાવટ કરવામાં આવી છે.

Post Comments