Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીકરીને સેરીબ્રલ પાલ્સી છે તો શું થયું ? મારે તેને દુનિયાની સાથે 'કદમ મિલાવીને ચાલતા શીખવવું છે

- મધર્સ ડે સ્પેશિયલ સ્ટોરી

સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સુચિતાબહેન કુલકર્ણીને બે સંતાન જેમાં દિકરો અમિત મોટો અને દિકરી શાયલી નાની. શાયલીને જન્મની સાથે જ સેરાબ્રલ પાલસી નામના રોગ હતો.

શાયલી પોતાની જાતે ઉભા રહેવા કે ચાલવા માટે અસક્ષમ હતી. પરંતુ સુચિતાબહેને તેને હંમેશા એક નોર્મલ ચાઇલ્ડની જેમ જ ટ્રીટ કરી છે. આજે ૨૩ વષ શાયલી ૨૩ વર્ષની થઇ ગઇ છે. ડબલગ્રેજ્યુએટ થયેલી શાયલીને સંગીત ક્ષેત્રે વધુ રસ હોવાથી તે  અત્યારે સંગીત વિશારતની પરીક્ષા આપી રહી છે. શાયલીને આ મુકામે પહોંચાડવામાં તેની માતા સુચિતાબહેને મોટી ભૂમિકા ભજવી છે.

આ અંગે વાત કરતા સુચિતા બહેને કહે છે કે, અમને સેરાબ્રલ પાલ્સી વિશે કંઇજ જાણતા નહોતા.  તે જાતે ઉભી થઇ ચાલી શકવાની નથી તે જાણવા છતાં અમે તેને ચાલવા પ્રોત્સાહન આપતા. તે સમજણી થઇ ત્યારથી અમે એ જ ટાર્ગેટ રાખ્યો છે કે જ્યારે અમે હયાત નહી હોઇએ ત્યારે તું શુ કરીશ? બસ એ અત્યારથી કર.

શાયલી બાળક હતી ત્યારથી લઇ તે ૨૩ વર્ષની થઇ તેના શરીર અને વજનમાં ફેરફાર આવ્યા પણ તે ક્યારેય અમારા માટે ભારરૃપ બની નથી. આજે તે વ્હીલચેર લઇને બધે જ ફરે છે. જ્યારે તેને કોઇ પ્રશ્ન સતાવે ત્યારે તે મારી પાસે આવીને મન હલકુ કરે. અમને લાગે છે કે ભગવાને અમને જે એનર્જી આપી છે તે અમારે શાયલીને પોઝીટીવ એટીટયૂટ સાથે પ્રોત્સાહન આપવામાં ખર્ચ કરવા માટે છે.

હું તેને પેમ્પર ઓછુ કરુ છું અને પોતાની પરિસ્થિતી સાથે લડતા વધુ શીખવાડુ છું,તેને કોન્ફીડન્સમાં લઇને દુનિયાની સાથે કદમ મિલાવીને ચાલવાની સાચી રીત શિખવાડવા માંગુ છુ.

Post Comments