Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલા પોલીસ સ્ટેશનમાં મેઘાણી સાહિત્ય કોર્નર ખુલ્લો મૂકાયો

- મહિલા પોલીસ સ્ટેશન ખાતે જાહેર જનતા માટે મેઘાણી સાહિત્ય કોર્નર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

- આ સાહિત્ય કોર્નરમાં મેઘાણીના પુસ્તકો રાખવામાં આવશે.

ઝવેરચંદ મેઘાણીની જન્મતિથિ એટલે કે નાગપંચમીના રોજ આઈઆઈએમ રોડ ખાતે આવેલા મહિલા પોલીસ સ્ટેશન ખાતે જાહેર જનતા માટે મેઘાણી સાહિત્ય કોર્નર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશ્નર એ. કે. સિંઘ, ઝવેરંદ મેઘાણીના પૌત્ર નાનકભાઈ મેઘાણી તેમજ તેમના માતા કુસુમ મેઘાણી હાજર રહ્યા હતા. આ સાહિત્ય કોર્નરમાં મેઘાણીના પુસ્તકો રાખવામાં આવશે. અત્યારની નવી પેઢી ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય વૈભવને જાણે તે માટે સુરક્ષા સેતુ સોસાયટી, અમદાવાદ શહેર પોલીસ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ નવતર પહેલની શરૃઆત કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ આ સાહિત્ય કોર્નરમાં રાખવામાં આવેલા પુસ્તકોનો લાભ લઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલાની પોલીસ લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ તેમનું લાઈનબોય તરીકે ખાસ ગૌરવ અનુભવે છે.
 

Post Comments