Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રહ્માંડનાં અનેક રહસ્યો હજુ પણ વણ ઉકલ્યા છે

બ્રહ્માંડનાં અનેક રહસ્યો હજુ પણ વણ ઉકલ્યા છે - સાયન્સ સિટી ખાતે વર્લ્ડ સાયન્સ ડેની ઉજવણી
પીઆરએલના ભૂતપૂર્વ ડીન ડૉ. રાજમલ જૈન, સેક ઈસરોના સાયન્સ્ટિસ્ટ ડૉ. નિલેશ દેસાઈ હાજર રહીને દિવ્યપથ અને અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને સાયન્સ વિષય પર વાત કરી હતી
સાયન્સ સિટી ખાતે વર્લ્ડ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. યુનેસ્કો દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયન્સ દિવસ માટે થીમ જાહેર કરી હતી, જેમાં 'સાયન્સ ફોર ગ્લોબલ અન્ડરસ્ટેન્ડિંગ' મહત્વનો મુદ્દો રાખવામાં આવ્યો હતો જેથી આ વિષય પર વિજ્ઞાાનના તજજ્ઞાો દ્વારા વિદ્યાર્થીઓ સાથે માહિતીની આપલે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો. નિલેશ દેસાઈ નાવિક  નેવિગેશન એપ્લિકેશનની વિગતવાર ચર્ચા કરતા તેઓએ કહ્યું કે  આપણે જીપીએસ જેવી ટેકનોલોજી માટે બીજા દેશ પર આધાર રાખવો પડે છે પરંતુ હવે એવું નહીં થાય આ પ્રકારની ટેકનોલોજી આપણા દેશમાં પણ બને તે માટેનું જ્ઞાાન ખૂબ જરૃરી છે. પોતાની ટેકનોલોજી ડેવલપ કરવાથી આપણે બીજા દેશ પર આધાર રાખો પડે નહીં અને આપણા દેશમાં પણ ટેકનોલોજીના યુગનો પ્રારંભ થાય તે માટે ઈસરો અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા આ પ્રયાસ થયા છે. જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ  મોબાઈલ ફોનથી લઈને સેટેલાઈટ સુધી થઇ શકે છે. જેનાથી સેટેલાઇટ લોન્ચ થયા પછી તેના લોકેશનને લગતી તમામ માહિતી મળતી રહેશે. સાથે જ મોબાઇલ ફોનમાં લોકેશનને લગતી સમસ્યાનો પણ ઉકેલ આવશે. તેઓએ વધુમાં કહ્યું કે પ્રાથમિક ધોરણે નેવિગેશન સર્વર ખૂબ જ મોટું હતું, ત્યારબાદ તેમાં ફેરફાર થતા હવે નાના યુએસબી જેટલું સ્વરૃપ લેશે તો નવાઈ નથી. આ સાથે જ તેમને વિદ્યાર્થીઓ સાથે નેવિગેશન એપ્લિકેશનની ચિપ અને અન્ય વિગત લાઈવ દેખાડીને તેમને પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જ્યારે ડો. રાજમલ જૈન જે પીઆરએલના ભૂતપૂર્વ ડીન રહી ચુક્યા છે તેમને વિદ્યાર્થીઓને વિશેષ વાત કરતા કહ્યું કે સૂર્ય કેવી રીતે વિજ્ઞાાનનો ખજાનો છે ?  સૂર્ય પોતાની પાસે કેટલા રહસ્યો લઈને ફરે છે ?  જેને ઉકેલતા વર્ષો વીતી જશે. જેટલા રહસ્યો આપણે ઉકેલ્યા છે તેમાં વિજ્ઞાાનનો અગત્યનો ફાળો છે. વિજ્ઞાાને જગતને ઘણી ભેટ આપી છે, જેમની એક બ્રહ્માંડ છે અને તેના અગણિત વણઉકેલ્યા રહસ્યો,  જેના વિશે ભવિષ્યમાં નવી ટેકનોેલોજીને લીધે તે રહસ્યો ઉકેલવા સરળ રહેશે.
 

Post Comments