Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિંદગી એટલે પ્રેમ,માફી અને સમર્પણનો સરવાળો

કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, વાસણામાં વર્કશોપનું આયોજન

વિશ્વ મહિલા દિન નિમિત્તે કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, વાસણામાં મહિલાઓ માનસિક અને શારીરિક રીતે હેલ્થી રહી બેસ્ટ કેન્સરને માત આપી શકે એ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉ. સિદ્ધાર્થ મુખર્જીએ 'લવ યોર સેલ્ફ લીવ યોર લાઇફ' પર લેકચર આપ્યું હતું. તેમણે કહ્યું કે, કેન્સર અને અન્ય બીમારી થવામાં આપણી ભાવનાઓ અગત્યનો ભાગ ભજવે છે. લાંબા સમય સુધી દબાયેલી લાગણીઓ, ક્રોધ, તિરસ્કાર અને અતડાપણું કેન્સર જેવાં રોગોનાં મૂળનું કારણ બની શકે છે. આવી લાગણીઓને કારણે ઉવતા તાણને કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે. પરિણામે મહિલા રોગોનો ભોગ બનવા લાગે છે.' આવું ન થાય એ માટે ડૉ. સિદ્ધાર્થે પ્રેમ, જતું કરો અને આભાર માનવો. આ ત્રણ બાબતને કેન્દ્રમાં રાખી બહુ સરસ વાત કહી કે, પહેલા તો આપણી જાતને પ્રેમ કરો. આપણે જેવા છીએ તેવા તેનો સ્વીકાર કરીને ફક્ત પ્રેમ કરો. તેનાથી જીવનમાં પરિવર્તન આવશે. બીજુ જતુ કરો. મનમાં જે પણ વ્યક્તિ માટે ગુસ્સો નફરત હોય તેને માફ કરીને એ દૂર કરો. બીજાને માફ કરી દેવાથી માનસિક ભાર ઓછો થઇ જશે. તાણ દૂર થઇ જશે. ત્રીજી વાત ઇશ્વરને દોષ દેવાને બદલે તેનો આભાર માનો. આ ત્રણ વસ્તુને જીવનમાં વણી લેવાથી તમારા જીવનમાં ચોક્કસ પરિવર્તન જોવા મળશે. ટૂંકમાં જિંદગી એટલે પ્રેમ, માફી અને સમર્પણનો સરવાળો એવું ડૉ. સિદ્ધાર્થભાઇનું માનવું છે. આ વર્કશોપમાં બ્રેસ્ટ કેન્સરનો સામનો કરીને તેમાંથી બહાર આવી સામાન્ય જીવન જીવતી મહિલાઓએ તેમના અનુભવો શેર કર્યા.
કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટરના સીઇઓ ડૉ. ગીતા જોષીએ કહ્યું કે, ગુજરાતમાં શહેરની દર એક લાખ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ૨૧.૫ છે. તેથી અવેરનેસના ભાગરૃપે અમે આ પ્રકારના પ્રયત્નો કરી રહ્યાં છીએ.
 

Post Comments