Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લેક્ચર સિરિઝ ઓન હેરિટેજ અમદાવાદ

ભારતના પ્રથમ શહેર અમદાવાદને  વર્લ્ડ હેરિટેજ સિટીનો દરરજો મળતા કોર્પોરેશન દ્વારા શહેરમાં ૪ દિવસ હેરિટેજ લેક્ચરનું આયોજન કરાયું છે
થાડા મહિના પહેલા અમદાવાદ સિટીને ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરરજો આપવામાં આવ્યો હતો તે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાર દિવસ 'લેક્ચર સિરીઝ ઓન હેરિટેજ'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે એટલે કે ૨૬ ડિસેમ્બરે સાંજે ૬ કલાકે વસ્ત્રાપુર ખાતે આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં પ્રોફેસર ઉત્પલ શર્માએ 'જૂના શહેરોના પુનઃસ્થાપત્યો માટેના અભિગમ' વિષય પર વાત કરી હતી.  જ્યારે આજે એટલે કે ૨૭ ડિસેમ્બરે એલ.ડી ઈન્ડોલોજીમાં 'ઈન્ફ્લ્યુન્સ ઓફ જૈનિઝમ ઓન હેરિટેજ આર્ટસ એન્ડ કલ્ચર અમદાવાદ' ઉપર સાંજે ૪ વાગ્યા લેક્ચરનું આયોજન થશે. તો ૨૮ ડિસેમ્બરે સાંજે ૬ કલાકે 'મધ્યયુગના સ્થાપત્યો' પર એચ.કે. કોલેજના પ્રિન્સિપાલ સુભાષ બ્રમ્હભટ્ટ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વાત કરશે અને છેલ્લા દિવસે એટલે કે ૨૯ ડિસેમ્બરે શાહિબાગ ખાતે આવેલા નવરોજી હોલમાં સાંજે ૫.૩૦ કલાકે મેહર મેડોરા 'કોન્ટ્રીબ્યુશન ઓફ પારસી કોમ્યુનિટી ફોર ડેવલપમેન્ટ ઓફ અમદાવાદ' વિષય પર વાત કરશે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા અત્યારે યોજાઈ રહેલા કાંકરીયા કાર્નિવલની સાથે સાથે 'લેક્ચર સિરિઝ ઓન હેરિટેજ'નું આયોજન કરાયું છે જે અમદાવાદને હેરિટેજ સીટીનો દરરજો મળ્યા પછી આટલા મોટા પાયે પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધી વર્લ્ડ હેરિટેડ વીકનું સિલિબ્રેશન કરવામાં આવતું હતું પણ અમદાવાદને હેરિટેજ સિટીનો દરરજો મળ્યા પછી આ સિરિઝનું પ્રથમ વખત આયજન થયું છે.
 

Post Comments