Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મણિલાલ દ્વિવેદીમાં નર્મદને પોતાના ઉત્તરાધિકારી અને આનંદશંકર ધુ્રવને તેઓ પૂજ્ય લાગ્યા

સાપ્તાહિક વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે મણિલાલ દ્વિવેદીની આત્મકથા વિશે વ્યાખ્યાન

ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણીના ભાગરૃપે શરું થયેલી સાપ્તાહિક વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે મણિલાલ દ્વિવેદીની આત્મકથા વિશે વ્યાખ્યાન આપતા પ્રવિણભાઇ દરજીએ કહ્યું કે, મણિલાલ નભુભાઇ દ્વિવેદી પંડિત યુગના અગ્રણી સર્જક હતા. મુખ્યત્વે તત્વજ્ઞાાન, ધર્મ અને પૂર્વની સંસ્કૃતિ એમના વિષયો રહ્યા છે.

મણિલાલે પોતાના કઠીન અભ્યાસ થકી ઉત્તમ પ્રકારનું સર્જન કરીને ગુજરાતી ભાષાને સમૃદ્ધ અર્પણ કર્યું છે. તેમને અનેક શારીરિક અને માનસિક પીડાઓ વચ્ચે તેમની જીવન સાધના ચાલુ રાખી હતી પણ તેમની વિષય વાસનાના કારણે ખૂબ સહન કરવું પડયું હતું.

મણિલાલે તેમને સંઘર્ષો વચ્ચે મુંબઇના ચાર વર્ષોમાં અને ભાવનગરના વર્ષોમાં તેમજ વડોદરા, નડિયાદમાં રહીને સિદ્ધાંતસાર અને અધૈત્યવાદ વિશે તેમજ બીજા સેંકડો પ્રેરક નિબંધો લખીને ગુજરાતી ભાષાને ગોવર્ધનરામ ત્રિપાઠી પછી મહત્વની સેવા કરી છે એમ કહી શકાય છે.  તેમની આત્મકથા પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેના આટાં-પાંટા જેવી છે.

Post Comments