Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાખીની ખમીરવંતી ગાથાઃ ગઢવી ૫રિવારના સભ્યો છેક અંગ્રેજોના સમયથી પોલીસમાં ફરજ બજાવે છે

- માનદાન પ્રભુદાન ગઢવીના પરિવારના આઠ લોકો હાલ પોલીસમાં ફરજ બજાવે છે

- સુરેન્દ્રનગરના મૂળી ગામના માનદાન પ્રભુદાન ગઢવીના વંશજો અંગ્રેજોના જમાનામાં પોલીસમાં છે

અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2017, ગુરૂવાર

અમદાવાદનો ગઢવી પરિવાર ચાર પેઢીથી પોલીસકર્મી તરીકે ફરજ નિભાવી દેશની સેવા કરી રહ્યો છે. આ પરિવારના કુલ ૧૩ સભ્યો પોલીસકર્મી તરીકે ફરજ નિભાવે છે કે નિભાવી ચૂક્યા છે.

આ પરિવારના વડવા એવા સુરેન્દ્રનગરના મૂળી ગામમાં રહેતા માનદાન પ્રભુદાન ગઢવી અંગ્રેજોના જમાનામાં પોલીસમાં ફરજ બજાવતા હતા. માનદાન ગઢવીને સંતાનમાં પાંચ પુત્ર હતા.  બીજા નંબરના પુત્ર એવા દેવીદાન ગઢવી પહેલા મૂળીમાં શિક્ષક તરીકે જોડાયેલા. ૧૯૫૧માં એકવાર તેઓ મૂળીની શાળાના બાળકોને અમદાવાદ પ્રવાસે લઈ આવ્યા. એ દિવસે શાહીબાગ પોલીસ હેડક્વાટર ખાતે અમદાવાદ પોલીસની ભરતી ચાલતી હતી. પ્રવાસ લઈને આવેલા શિક્ષકો વચ્ચે આ પોલીસ ભરતીની પરીક્ષા પાસ કરવાની શરત લાગી અને દેવીદાન ગઢવી એ શરત જીતી ગયા અને એમને તરત જ પોલીસ કોન્સ્ટેબલ તરીકેનો ઓર્ડર મળી ગયો. પોલીસની નોકરીમાં આર્થિક સાનૂકૂળતા તેમજ અમદાવાદ શહેરમાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતા દેવીદાન શિક્ષક તરીકેની નોકરી છોડી પોલીસ ખાતામાં જોડાઈ ગયા. પછીથી માનદાન ગઢવીના બે પુત્ર હેમદાન ગઢવી અને અમીરદાન ગઢવી પણ પોલીસ ખાતામાં જોડાઈ ગયા હતા. જ્યારે અચાનક જ પોલીસ ખાતા સાથે સંકળાઈ ગયેલા દેવીદાન ગઢવીએ ૩૮ વર્ષ પોલીસમાં નોકરી કરી હતી અને ૩૩ વર્ષ પેન્શન લીધું હતું! ત્રણ વર્ષ તો દેવીદાન ગઢવી અને તેમના બે પુત્રો સાથે જ પેન્શન લેતા હતા. ૮૯ વર્ષના દેવીદાન ગઢવી ગયા વર્ષે દેવલોક પામ્યા હતા.

પિતાના પગલે ચાલતા હોય એમ દેવીદાન ગઢવીના પાંચેય પુત્ર એ ખાખી ધારણ કરેલી. જેમાંના સૌથી મોટા દશરથદાન અને બીજા નંબરના પુત્ર ઘનશ્યામદાન રિટાયર્ડ પીએસઆઈ છે. ત્રીજા નંબરના પુત્ર એએસઆઈ તરીકે ફરજ નિભાવે છે, ચોથા પુત્ર કિરીટદાન ગઢવી ક્રાઈમ બ્રાન્ચમાં છે અને સૌથી નાના વિજયદાન હોમગાર્ડમાં છે. દેવીદાનદાદાના સૌથી મોટા પુત્ર એવા દશરથદાન ગઢવીના બંને પુત્રો પૈકી વિરેન્દ્રદાન પોલીસ કમિશ્નરના પીઆરઓ તરીકે અને રોહિતદાન સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર ઈનચાર્જ તરીકે ફરજ બજાવે છે.

એટલું જ નહીં દેવીદાનદાદાના ભાઈ હેમદાન ગઢવીના બે પુત્રો પૈકી મોટા પુત્ર દિલીપદાન ખાડિયા ખાતે સેકન્ડ પીઆઈ તરીકે અને નાના પુત્ર કંટ્રોલરૃમના એએસઆઈ તરીકે ફરજ બજાવે છે પણ પોલીસમાં જ છે. દિલીપદાનના પુત્ર ચેતનદાન પણ આર્મ પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. તો દેવીદાનદાદાનો પ્રપૌત્ર એટલે કે વિરેન્દ્રદાન ગઢવીનો ૧૯ વર્ષનો દીકરાને પણ પોલીસ ખાતામાં જોડાઈ દેશની સેવા કરવી છે એટલે તે આઈપીએસની તૈયારી કરી રહ્યો છે.

Post Comments