Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદ્યાર્થીઓ સ્પેસ ટેકનોલોજીમાં જોડાય - ઈસરોના ચેરમેનનું આમંત્રણ

ઈસરોની લગાતાર આગેકૂચ   ચંદ્રયાન-૨ પછી પૃથ્વીની આસપાસ આવેલા ગ્રહોનું સંશોધન થશે
વિદ્યાર્થીઓ સ્પેસ ટેકનોલોજીમાં જોડાય - ઈસરોના ચેરમેનનું આમંત્રણ
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ) ખાતે ત્રણ દિવસ સુધી યોજાયેલા 'બ્રેઇન સ્ટ્રોમિંગ સેશન'માં ઇસરોના ચેરમેન એ.એસ.કિરણકુમારે ઇસરોના આવનાર વર્ષોના આયોજન અંગે જણાવ્યું
ચંદ્રયાન- ૧ અને મંગળ મિશનની અભૂતપૂર્વ સફળતા બાદ ઇસરો ૨૦૧૮ માટે ચંદ્રયાન-૨ની તૈયાર કરી રહ્યું છે. જેનું ઘણુંખરું કામ પૂર્ણ થઇ ગયું છે. ચંદ્રયાન-૨ બાદ ઇસરો પૃથ્વીના આસપાસ આવેલા ગ્રહોના વિજ્ઞાાનને સમજવાનું અભિયાન શરૃ કરશે. જે માટે રિસર્ચ કાર્ય શરૃ થઇ ગયા છે. અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ) ખાતે ત્રણ દિવસ સુધી યોજાયેલા 'બ્રેઇન સ્ટ્રોમિંગ સેશન'માં ઇસરોના ચેરમેન એ.એસ.કિરણકુમારે ઇસરોના આવનાર આયોજન અંગે જણાવ્યું હતું. ત્રણ દિવસ સુધી યોજાયેલા આ સેશનમાં ભારતભરના સ્પેસ સાયન્ટિસ્ટ જોડાયા છે. તેઓ આ કાર્યક્રમમાં વિઝન એન્ડ એક્સપ્લોરેશન સાયન્સીસ ઇન ડિટેક્ડ્સ ૨૦૨૦-૨૦૬૦ અંગે પોતાના રિસર્ચ પેપર રજૂ કરશે. ઇસરોના ચેરમેન કિરણકુમારે તેમના ઉદ્દઘાટન વક્તવ્યમાં કહ્યું હતું કે હાલ જીએસએલવીના ડેવલપમેન્ટને લીધે ઇંધણનો ખર્ચ ઘટશે અને પૃથ્વીના પરિભ્રમણ માટે જે ઉપગ્રહો છોડવામાં આવે છે તેના કારણે જે સાધનો, ઇંધણ વગેરેનો ઉપયોગ થાય તેમાં ફેરફાર કરીને નવી ટેકનોલોજી ઉમેરી નવા પ્રકારના ઉપગ્રહ નિર્માણ કરાશે.
૨૦૦૮માં લોન્ચ કરાયેલા ચંદ્રયાન-૧ની સફળતા બાદ ઇસરો હવે ૨૦૧૮ માટે ચંદ્રયાન -૨ના લોન્ચિંગની તૈયારીમાં લાગ્યું છે. આ અંગે વધુમાં જણાવતા તેઓ કહે છે કે, અંતરિક્ષ એજન્સીના પ્રતિનિધિ ચંદ્રયાન-૨ માટે કામ કરી રહ્યા છે તેના ઓર્બિટર તથા રડારની મુખ્ય ભૂમિકા ઇસરોની જ રહેશે અને થોડા જ સમયમા એક વિશાળ ટેકનોલોજી ડેવલપ થશે. વિદ્યાર્થીઓએ પણ સ્પેસ ટેકનોલોજીમાં વધુને વધુ જોડાવું જોઇએ. કેમ કે આગામી સમય સ્પેસ એક્સપ્લોરેશનનો જ હશે. ઇસરો ૨૦૨૦થી ૨૦૩૦ સુધીના આયોજનો અંગે કિરણકુમારે વધુ જણાવતા કહ્યું કે ભારતમાં પ્લેનેટરી સાયન્સનો બહોળો વિકાસ થશે જેથી પૃથ્વીની આસપાસના ગ્રહોની સ્થિતિ વિશે જાણી શકાય તે માટે ઇસરો હાલ સૂર્યમંડળના દરેક ગ્રહોના પારિમાણિક સ્થિતિમાં કેવા ફેરફાર થઇ રહ્યા છે તે માટે રિસર્ચ ચાલી રહ્યા છે તેમજ વધુ રિસર્ચ દ્વારા નવી ટેકનોલોજી ડેવલપ કરાશે. ૨૦૨૦ સુધીમાં ઇસરો આદિત્ય એલ-૧ ઉપગ્રહ ડેવલપ કરશે જે સૂર્યની ગતિવિધિઓમાં થતા ફેરફાર અંગે માહિતી આપશે. ત્યારબાદ ઇસરો માર્સ ઓર્બિટર મિશન- ૨ (મંગલયાન)ને ૨૦૨૦ સુધીમાં તૈયાર કરાઇ વધુ સફળતા હાંસલ કરાશે. ૨૦૨૩થી ૨૦૩૦ સુધીમાં ઇસરો ઉપગ્રહોનું નિર્માણ કરશે જે ચંદ્ર અને આપણા સૂર્યમંડળમાં આવેલા ગ્રહોનું અધ્યયન કરશે.  પીઆરએલના ડાયરેક્ટર અનિલ ભારદ્વાજે સ્વાગત વકતવ્યમાં કહ્યું હતું કે, નવી પેઢી માટે પ્લેનેટરી સાયન્સનું ભવિષ્ય ખૂબ ઉજવળ છે, જેમાં નવી ટેકનોલોજી સાથે સાયન્સ જોડાશે. ગ્રહોમાં હાલ કેવા ફેરફાર થઇ રહ્યા છે તેના માટે પીઆરએલમાં રિસર્ચ ચાલી રહ્યા છે.


 

Post Comments