Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિવૃત્તિકાળને 'સેવા પરમો ધર્મ' બનાવતા જયવંતભાઇ

અંધજન મંડળમાં દિવ્યાંગ બાળકો માટે વર્ષોથી કાર્ય કરી રહેલા જયવંતભાઇ ઝાલાને નેશનલ સોસાયટી ફોર ઇકવલ ઓપર્ચ્યુનિટીઝ ફોર હેન્ડીકેપ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય ક્ષેત્રે વ્યકિતગત કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બાળપણથી જ જન સેવા એજ પ્રભુ સેવાનો મંત્ર અનુસરનાર જયવંતસિંહ સરદારસિંહ ઝાલા આજે ૭૬ વર્ષના હોવા છતા તેઓ આ મંત્રને વિસર્યા નથી. બે દીકરીને પરણાવીને, નિવૃતિ મેળવ્યા બાદ પણ જયવંતસિંહ ઝાલા માળા લઇને કે માત્ર ઘરમાં ટી.વી.નું રીમોટ પકડીને બેસવાની જગ્યાએ તેેઓએ એકલા હાથે સામાજિક સેવા ક્ષેત્રે તેમનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યા છે. જ્યારે સી.એ. વિશે ગણતરીના લોકો જાણતા હતા તે સમયે જયવંતસિહ ઝાલાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસ કરીને સી.એ.નું પ્રોફેશન સંભાળ્યું. બોમ્બે ખાતે એલ.આઇ.સી.માં એક્ઝિક્યુટીવ ડિરેક્ટરનું પદ સંભાળીને ૨૦૦૨માં નિવૃતિ પામેલા જયવંતભાઇ છેલ્લા ૮ વર્ષથી અંધજન મંડળ ખાતે માનસસેવા આપે છે. અંધજન મંડળના ૩૦૦ બાળકોને પોતાના બાળકો સમજીને તેઓ તેમના માટે નવા નવા પ્રયત્નો કરી તેમના સામાજિક અને શૈક્ષણિક દરજ્જો ઊંચો લાવવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેઓએ અંધજનમંડળના પ્રજ્ઞાાચક્ષુ અને દિવ્યાંગ બાળકો માટે કાંઇક કરવાના વિચાર સાથે સૌ પ્રથમ ૩ મહિના સુધી ફરીને અંધજન મંડળ સાથે જોડાયેલા દરેક કેમ્પસ અને તેમની કામગીરી જાણી ત્યાંની એક્ટિવિટી કેવી રીતે ચાલે છે તેની જરૃરી માહિતી મેળવી છે તેઓએ અંધજનમંડળમાં ડોનેશન ડિપાર્ટમેન્ટ ખાતે જોડાયા પરંતુ તેમને કાંઇક નવું કરવાની ઇચ્છા થતા તેમણે અંધજન મંડળના બાળકો માટે અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધર્યા. આટલેથી તેમના પ્રયત્નો અટકી ન જતા તેઓ બે વર્ષથી અંધજનમંડળમાં પ્રજ્ઞાાચક્ષુ અને દિવ્યાંગ બાળકોને ધોરણ ૧૧ અનેે ૧૨માં સેક્રેટીયલ પ્રેક્ટિસ(એસ.પી.), વાણિજ્ય પત્રવ્યવહાર અને છૂટક વેપારના વિષય પર ભણાવે છે. આ ઉપરાંત તેઓએ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ વિકલાંગ બાળકોને ગામડે ગામડે જઇને શોધ્યા અને તેમને અંધજન મંડળ ખાતે ફ્રી જગ્યા ફાળવી. તેમની આ કામગીરીની નોંધ રાષ્ટ્રીય ક્ષેત્રે લેવામાં આવી જેના ભાગરૃપે નેશનલ સોસાયટી ફોર ઇકવલ ઓપર્ચ્યુનિટીઝ ફોર હેન્ડીકેપ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય ક્ષેત્રે વ્યકિતગત કેટેગરીનો ૯ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ મુંબઇ ખાતે સુપ્રીમ કોર્ટના જજ શ્રીમતી સુજાતા મનોહરના વરદ હસ્તે એક લાખ રૃપિયાનો પુરસ્કાર અને સર્ટીફિકેટ સાથે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. અમદાવાદ પરત ફરી જયવંતસિંહ ઝાલાએ પુરસ્કારની રકમ અંધજન મંડળમાં ડોનેટ કરી હતી.
દિવ્યાંગો માટે સ્કૂલબસ
સાયલા, નાઝ અને ઇડરના ગામોમાં સંમિલિત પાઠશાળાના હેતુસર દિવ્યાંગ બાળક અને  સામાન્ય બાળક સાથે સાથે બેસીને ભણે અને તેમને એકસરખો ન્યાય આપવામાં જયવંતભાઇનો સિંહફાળો છે પરંતુ દૂર દૂરથી આવતા દિવ્યાંગ બાળકોને શાળામાં આવવા જવાની તકલીફ પડવાથી શાળામાં બાળકો ખૂબ જ ઓછી સંખ્યામાં આવતા તેમણે એલ.આઇ.સી., એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ સાથે જયવંતભાઇએે સંપર્ક કરી ખરી મુશ્કેલી વર્ણવતા તેઓએ દિવ્યાંગ બાળકો માટે પાંચ સ્કૂલબસ દાન પેટે મોકલી આપી અને આજે બાળકોને દૂરથી આવવામાં કોઇ મુશ્કેલી નડતી નથી.
અન્નદાન અને ચેરિટી બોક્સ
તેઓ નાનપણમાં બાવળામાં ભણ્યા હોવાથી ત્યાં આવેલી ચોખાની મિલોમાં જાતે જઇ તેમના માલિકને તેમની કામગીરી સમજાવી તેમા મદદરૃપ થવા અનેક વિનંતી કર્યા બાદ તેમને ૮૦થી ૧૦૦ મિલમાંથી તેમણે અંધજન મંડળના બાળકો માટે ૨૫૦૦ કિલો ચોખા મેળવ્યા. આવી જ રીતે સાણંદમાં પણ આ જ રીતથી ઘઉંની મિલમાંથી ૭૦૦૦ કિલો ઘઉં મેેળવ્યા. આ ઉપરાંત જયવંતભાઇએ દરેક મોલ, રેસ્ટોરન્ટ અને પ્રોવિઝન સ્ટોરમાં જાતે જઇને ચેરિટી બોક્સ મૂકી તેમાંથી મેળવેલા પૈસાનો અંધજન મંડળ માટે ઉપયોગ કર્યો.
પસ્તી પ્રોજેક્ટ
અંધજન મંડળના બાળકોની જરૃરિયાત પૂરી કરવા તેમણે પસ્તીનો ઉપયોગ કરવાનો શરૃ કર્યો, જેમાં પહેલા તેઓેએ તેમની સોસાયટીમાં આ કોન્સેપ્ટ રજૂ કર્યો કે તમે પસ્તી વેચો પરંતુ તેના પૈસા અંધજન મંડળને આપો. તેમને સારો પ્રતિસાદ મળતા તેમણે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી તેમજ જીટીયુ સાથે મળીને ૩૦થી ૩૫ સ્કૂલના બાળકોને તેમની કામગીરી સમજાવી મેગેઝિન, ન્યૂઝપેપર, આન્સર બૂક જેવી પસ્તી ઉઘરાવી પસ્તીમાંથી ૫ લાખ રૃપિયા આપી અંધજન મંડળને મદદ કરી.
 

Post Comments