Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જૈન વાનગીઓનું વૈશ્વિકરણ થઈ રહ્યું છે

.ભારતમાં અને ગુજરાતમાં ખૂલી રહેલી વૈશ્વિક ફાસ્ટ ફૂડ ચેન રેસ્ટોરાંઓ જૈન વાનગીઓના અલગ કાઉન્ટરો સાથે શુદ્ધ શાકાહારી મેનુ રાખે છે

ગુજરાતમાં જો તમે મેકડોનલ્ડ, સબવે કે કેએફસી(કેન્ટુકી ફ્રાઇડ ચીકન) જેવી ગ્લોબલ ફાસ્ટફુડ ચેનમાં જમવા જાઓ તો તેઓ તમને સેન્ડવીચ, ફ્રાઇડ ચીકન કે બીફ પેટીસ પીરસે એવી અપેક્ષા ન રાખતા. કમને શાકાહારી વાનગીઓ ઉમેરવાનો પ્રયોગ કર્યા બાદ આ ફુડ ચેન્સ હવે માત્રને માત્ર શાકાહારી વાનગીઓ પીરસતી રેસ્ટોરાંઓ તથા તેમાં જૈન વાનગીઓનો ખાસ સમાવેશ કરવા માટે તલપાપડ બની છે.

અમેરિકાની રેસ્ટોરાં ચેન સબવેએ અમદાવાદમાં શુદ્ધ શાકાહારી રેસ્ટોરાં શરૃ કરી છે અને ત્યાં જૈન વાનગીઓ માટે એક અલગ કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જૈનોની વસ્તીને ધ્યાનમાં લઇને આ પગલું ભરવામાં આવ્યું છે. ત્યાં વિવિધ પ્રકારની જૈન સેન્ડવીચો તથા લસણ-ડુંગળી વિનાનો સોસ પણ મળે છે.

સબવેના ગુજરાત અને દીવ-દમણના ડેવલપમેન્ટ એજન્ટે કહ્યું હતું કે 'અમે અહીં સર્વેક્ષણ હાથ ધર્યું હતું અને ત્યાર બાદ અમેરિકા સ્થિત અમારા મુખ્યાલયને અહીં જૈન કાઉન્ટરવાળું શુદ્ધ શાકાહારી રેસ્ટોરાં શરૃ કરવાનું સુચન કર્યું હતું. અમારી રેસ્ટોરાંઓમાં જેટલી શાકાહારી વાનગીઓ વેચાય છે, તેમાંથી ૬૦ ટકા ગુજરાતમાં વેચાય છે.'

કંપનીનું પ્રથમ શાકાહારી કાઉન્ટર પંજાબની એક ખાનગી યુનિવર્સિટીમાં શરૃ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'અમે ટૂંક સમયમાં જ આવા આઉટલેટ્સ વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, જામનગર અને ભાવનગરમાં શરૃ કરીશું.'

મેકડોનલ્ડ પણ થોડા વર્ષોમાં ગુજરાતમાં શુદ્ધ શાકાહારી રેસ્ટોરાંઓ શરૃ કરવા વિચારી રહ્યું છે. નવેમ્બર ૨૦૧૧માં કેએફસી ગુજરાતમાં શરૃ થયું ત્યારે તેમણે પણ તેમની રેસ્ટોરાંમાં શાકાહારી વાનગી વેચવાનું શરૃ કર્યું હતું. તેઓ વધુ કેટલીક વેજિટેરિયન વાનગીઓ સાથે ગુજરાતમાં હજી બીજી પાંચ રેસ્ટોરાં શરૃ કરશે.

પીઝાહટે આખા વિશ્વમાં તેની પ્રથમ શાકાહારી રેસ્ટોરાં અમદાવાદમાં શરૃ કરી હતી. ત્યાં જૈન વાનગીઓ પણ પીરસવામાં આવે છે.

ડોમીનોઝ પણ ગુજરાતમાં માત્ર અને માત્ર શાકાહારી વાનગીઓ પીરસતી હોય એવી ચાર રેસ્ટોરાં ધરાવે છે.

Post Comments