Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપણી સિસ્ટમમાં વ્યક્તિત્વ હણાવા પાછળ સંસ્કાર પણ જવાબદાર છે

'યુગમ-૨૦૧૭' યુથ ફેસ્ટિવલમાં પ્રથમ દિવસે જે.જી, એચ.એ કોમર્સ, ઉપાસના, નારાયણ કોમર્સ, ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ, ખ્યાતિ કોલેજ, સેન્ટ ઝેવિયર્સ, ગુજરાત લો સોસાયટીની વિવિધ કોલેજો દ્વારા પરફોર્મન્સ રજૂ થયા
ખ્યાતિ ફાઉન્ડેશન ખાતે ૧૩ સપ્ટેમ્બરથી યુગમ ૨૦૧૭ યુથ ફેસ્ટિવલની શરૃઆત થઈ ગઈ છે. જેમાં શહેરની જે.જી., એચ.એ. કોમર્સ, ઉપાસના પરફોર્મિંગ આર્ટસ, નારાયણ કોમર્સ, ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ, ખ્યાતિ કોલેજ, સેન્ટ ઝેવિયર્સ, ગુજરાત લૉ સોસાયટીની વિવિધ કોલેજો દ્વારા શેરી નાટકો, સ્કીટ, મિમિક્રી અને માઈમની પ્રસ્તુતિ થઈ હતી. જ્યારે આજે એટલે કે ૧૪ સપ્ટેમ્બરે કાર્ટુનિંગ, ક્લે મોડેલિંગ, ડેબિટ, ક્લાસિકલ ઈન્સ્ટ્રુમેન્ટલ સોલો, ક્લાસિકલ ઈન્સ્ટ્રુમેન્ટલ, ફૉક ડાન્સ, વેસ્ટર્ન વોકલ, ગુ્રપ સોન્ગ, ઓન ધ સ્પોર્ટ ફોટોગ્રાફી જેવી વિવિધ ઈવેન્ટનું આયોજન ખ્યાતિ ફાઉન્ડેશન હોલ, લાઈબ્રેરી, ઓડિટોરીયમમાં થશે.
ગઈકાલે રજૂ થયેલી સ્કિટમાં વૈશ્વિક જીવનશૈલી પર સટાયર સ્કિટ ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ નાટય વિભાગના વિદ્યર્થીઓએ કરી હતી, જેમાં માણસને પોતાની આસપાસ જેવું વાતાવરણ મળે તેના આધારે તેનું વ્યક્તિત્વ તૈયાર થાય છે. આજની આપણી સિસ્ટમમાં વ્યક્તિત્વ કઈ રીતે હણાયું છે તેનું કારણ ક્યાંકના ક્યાંક આજના સંસ્કારો છે તેવો સુંદર મેસેજ યુવાનોને આપ્યો હતો. જ્યારે ઉપાસના પરફોર્મિંગ કોલેજ દ્વારા અમદાવાદમાં પડતા ખાડાઓ પર હતી જેમાં સરકારની સિસ્ટમ અને તંત્રની બેદરકારી રજૂ કરાઈ હતી. તો એક કોલેજ દ્વારા સેવા બર્ડની થીમ પર માઈમ રજૂ થઈ હતી.

સમાજ ઉપયોગી થીમ પર પરફોર્મન્સ
યુગમ-૨૦૧૭માં પ્રથમ દિવસે ૫ાંચ શેરી નાટક, ૨૨ ટીમે સ્કિટ, ૧૨ ટીમે મિમિક્રી અને ૧૦ ટીમે માઈમ રજૂ કરી હતી. આમાંથી મોટા ભાગની તામમ ટીમોએ ઘરની સમસ્યા, જીએસટીનો સનેડો, અનેકતામાં એકતા, વ્યસન મુક્તિ, પર્યાવરણ બચાવો, સેવ બર્ડ, સોશ્યલ માધ્યમો, ભુ્રણ હત્યા, ભ્રષ્ટાચાર, ઢોંગીબાબા જેવી વિવિધ થીંમ પર પ્રસ્તુતી કરી હતી.

૧૫ સપ્ટેમ્બરે પ્રસ્તુત થનાર ઈવેન્ટ
પોસ્ટર મેકિંગ, ઓન ધ સ્પોર્ટ પેઇન્ટિંગ, કોલાર્જ મેકિંગ, ક્વિઝ, વકતૃત્વ સ્પર્ધા, ક્લાસિકલ વોકલ, ગુ્રપ સોંન્ગ (ઈન્ડિયન), લાઈટ વોકલ જેવી ઈવેન્ટનું પરફોર્મન્સ કોલેજની લાઇબ્રેરી, ઓડિટોરીયમ હોલ થશે.


ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ૧૬ એકાંકી નાટકની પ્રસ્તુતિ
૧૫ અને ૧૬ સપ્ટેમ્બરે સવારે ૮થી સાંજે ૮ સુધી ૧૬ કોલેજ દ્વારા  લૉ-ગાર્ડન ખાતે આવેલા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં પ્રથમ દિવસે ૧૨ અને બીજા દિવસે બપોર સુધી ૪ એમ ૧૬  એકાંકી નાટકની પ્રસ્તુતિ થશે.
 

Post Comments