Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા અને 5000km બાઈક રાઈડનું પ્લાનિંગ બનાવ્યું

સોશિયલ માધ્યમે આખા વિશ્વને આંગળીને ટેરવે જોડી દીધું છે અને તેના લીધે અનેક લોકો એક બીજાના સંપર્કમાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદી રાઈડર નિલેશ સવાણી તેનો વિશેષ ઉદાહરણ છે. કેમકે તેઓએ પોતાના સ્વપ્નને પુરુ કરવા માટે સોશિયલ માધ્યમ દ્વારા રાઈડર્સોને શોધ્યા અને લેહનો જેમને શોખ છે તેઓને તૈયાર કરી પોતે બાઈક પર લેહની ટ્રીપ કરી આવ્યા છે.

પોતાના અનુભવ શેર કરતા નિલેશ સવાણી કહે છે કે મને વર્ષોથી લેહ-લદ્દાખની લોન્ગ ટ્રીપ પર બાઈક લઈને જવાનો શોખ હતો અને હું વારંવાર મિત્રોને તૈયાર કરતો હતો પણ છેલ્લી ઘડીએ કોઈને કોઈ કારણથી મિત્રોનું પ્લાનિંગ કેન્સલ થતા મારે વારંવાર ટ્રીપ રદ કરવી પડતી હતી જેથી આ વખતે ખરા અર્થમાં જવા માંગતા લોકોને મે સોશિયલ માધ્યમો પર શોધ્યા જેમાં  બરોડા, મધ્યપ્રદેશ, પુના અને હિમાચલના રાઈડર્સે તૈયારી દર્શાવતા અમે જમ્મુ, ઉધમપુર, શ્રીનગર, કારગીલ, લેહથી પેંગોંગ, થીકસે, સારચુ, મનાલીની ટ્રીપ પુરી કરી પરત ફર્યા. વધુમાં તેઓ કહે છે કે બધા મિત્રો અલગ અલગ સ્થળેથી આવતા હોવાથી ઓરિજનલ રાઈડની શરુઆત ચંદીગઢથી હતી જેથી હું ત્રણ દિવસ બાઈક રાઈડ કરીને ચંદીગઢ ગયો હતો અને ત્યાંથી અમારી ૧૫ લોકોની સાચી ટ્રીપની શરુઆત થઈ હતી.

૪ મહિના પહેલા પ્લાનિંગ શરુ કરેલું
મેં ક્યાંક વાંચ્યું હતું કે લેહની ટુરમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે જેથી મે ૪ મહિના પહેલા યુ ટયુબ પર લોકોના રિવ્યુ જોયા અને વાતાવરણને નેટ પર સર્ચ કરી તે પ્રમાણેના બાઈકના વધારાના સાધનો, ઠંડા પ્રદેશમાં પહેરવા માટેના વસ્ત્રો, વરસાદથી બચવાના વસ્ત્રોથી લઈ અનેક એવા સાધનો લીધા હતા જેથી ઓછામાં ઓછી તકલીફ પડે.

૧૯ દિવસની ટ્રીપમાં ત્રણ હાઈએસ્ટ મોટરેબલ રોડ પર કર્યા
૭ જૂને અમદાવાદથી નીકળી ચંદીગઢ પહોંચ્યા અને ત્યાંથી ૧૦મી જુને ચંદીગઢથી નીકળ્યા જમ્મુ, ઉધમપુર, શ્રીનગર, કારગીલ, લેહથી પેંગોંગ, થીકસે, સારચુ, મનાલી અને ચંદીગઢનો આખો રુટ પૂર્ણ કરી ૧૯ દિવસે પરત હું અમદાવાદ પરત ફર્યા હતો. આ રાઈડમાં વર્લ્ડના ત્રણ હાઈએસ્ટ મોટરેબલ રોડ જેમાં ખારદુંગલા, તાંગલાંગલા અને ચાંગલા જે પસાર કર્યા હતા.

રોહતાંગના રોડ પર સતત એલર્ટ રહેવું
મને ચંદીગઢ જતા રાજસ્થાનમાં પાલી પાસે એક એક્સિડન્ટ થયું હતું જેમાં સારા સાધનો લીધા હું બચી ગયો હતો ત્યારબાદ ચંદીગઢથી શરુ થયેલી અમારી ૧૫ જણની ટીમ સફળતા તરફ વધી હતી. રોહતાંગ બહુ રફ રોડ છે જ્યાં સતત ધ્યાન રાખવું પડે એમ છે જ્યારે  ખારદુંગલામાં સ્નો પરથી બાઈક ચલાવ્યા હતા જેથી  બધા જ રાઈડર વારંવાર સ્લિપ ખાતા હતા જો થોડીક પણ ચુક થાય તો મોટુ નુકસાન થવાની સંભાવના હતી. મનાલી પાસે વરસાદમાં રાઈડ કર્યુ.
 

Post Comments