Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લોડિંગ રિક્ષામાં અથાણાની ડિલીવરી કરી દિકરીને IAS ઓફિસર બનાવીશ

અમદાવાદ, તા. 28 મે 2018, સોમવાર

જીવકોરબા સ્કૂલમાં અભ્યાસ કરતી જાનકીએ 99.33 પરસન્ટાઇલ અને 91 ટકા પ્રાપ્ત કર્યા છે. બહેરામપુરા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારમાં માતા પિતા સાથે ચાર સંતાન છે ત્યારે પિતા નટવરભાઇ લોડીંગ રીક્ષામાં અથાણાની ડિલીવરી કરીને પોતાનું ગુજરાત ચલાવે છે ત્યારે દિકરીનો ભણવા પ્રત્યેનો ઉત્સાહ જોઇને અને તેને ઊંચા ગુણ મેળવવાની ધગશને જોઇને પિતાએ દિવસમાં ૧૪ થી ૧૬ કલાક લોડીંગ રીક્ષા ચલાવીને દિકરીના સ્કૂલ તથા ટયૂશનનો ખર્ચ કાઠયો.

આ અંગે વાત કરતા જાનકીએ કહ્યું કે, હું દિવસના ૮થી ૯ કલાક વાંચતી. રોજે રોજનુ વાંચવાની ટેવને કારણે મને છેલ્લી ઘડીએ વાંચવા નહતું બેસવુ પડયુ. મારા સારા માર્કસ આવ્યા તેથી મને બધાએ સાયન્સ સ્ટ્રીમ લેવા પ્રોત્સાહન આપ્યુ પણ મારો ગોલ પહેલેથી જ આઇએએસ ઓફિસર બનવાનો રહ્યો છે એટલે હું હવે કોમર્સ લઇશ અને યુપીએસસીની પરીક્ષા આપીશ.

નટવરભાઇએ ઉમેરતા કહ્યું કે, હું ઇચ્છુ છું કે મારી દિકરી તેના સપનાઓને અનુસરે અને તે માટે મારે ગમે તેટલી મહેનત કરવી પડે પણ લોડીંગ રીક્ષા ચલાવીને તેનું ભવિષ્ય બનાવીશ. જાનકીના ઘરે વર્ષોથી ચેનલ નથી અને સ્માર્ટ ફોન પણ નથી, તેઓ હોટલ અને મૂવી પાછળનો કોઇ ખોટો ખર્ચો કરતા નથી અને માત્ર ભણતર પાછળ ખર્ચ કરે છે.

Post Comments