Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેં સેફ્ટી માટે ચપ્પુ, સ્પ્રે વગેરે સાથે રાખેલા પણ તેમની જરૃર જ ન પડી

સામાન્ય રીતે આપણે ક્યાંય પણ જઈએ ત્યારે હંમેશા આપણા લોકો જેમ કે દોસ્તો, સગા-વહાલા વગેરેની સાથે જ જતા હોઈએ છીએ. આ લોકો સાથે આપણે એટલા બીઝી થઈ જઈએ છીએ કે નવા લોકોને મળવાનો, તેમના વિષે જાણવાનો અમૂલ્ય મોકો આપણે ચૂકી જઈએ છે. મારે નવા લોકોની સ્ટોરી અંગે જાણવું હતું અને મારી પોતાની જાતની ખોજ પણ કરવી હતી. એટલે મેં ભૂતાનની મુલાકાતે એકલા જ જવાનો નિર્ણય કર્યો હતો. આ શબ્દો છે અમદાવાદથી ભૂતાન એકલી જ ફરવા ગયેલી પ્રિયાક્ષી અગ્રવાલના. પ્રિયાક્ષી એક ડાન્સર છે અને અમદાવાદની એક જાણીતી નૃત્ય સંસ્થા સાથે જોડાયેલી છે. અત્યારે દેશમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં થયેલી છેડતીનો મામલો ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બીએચયુની છાત્રાઓ જ્યારે સલામતીના મામલે આંદોલન પર ઉતરી હતી ત્યારે પ્રિયાક્ષી એકલપંડે મોબાઈલ કમ્પ્યૂટર ઈન્ટરનેટ વગર, લોકો પાસે લિફ્ટ લઈ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી ભૂટાનમાં ફરી રહી હતી.આ અંગે પ્રિયાક્ષી જણાવે છે કે, દુનિયાનો સૌથી સુખી માનવામાં આવતો દેશ કેવો હોય એ મારે ત્યાં ફરીને જાતે જોવું હતું. વળી ભૂતાન મહિલાઓ માટે સેફ ગણાય છે એટલે સલામતીના મામલે હું નિશ્ચિત હતી. સોલો ટ્રાવેલર હતી એટલે ભૂતાનમાં પૂછપરછ થઈ પ્રિયાક્ષી ૨૧ સપ્ટેમ્બરથી દસેક દિવસ માટે ભૂતાનના પ્રવાસે ગઈ હતી. અમદાવાદથી દિલ્હી થઈ સિક્કીમના બાગદોગરા સુધીની મુલાકાત તેણે ફલાઈટથી કરી હતી અને ત્યાંથી ભૂતાનની ફૂનશુલીંગ સરહદેથી ભૂતાનમાં પ્રવેશ લીધો હતો. એકલી પ્રવાસે નીકળેલી મહિલા હોવાના નાતે ત્યાં ફૂનસિલીંગની ઈમિગ્રેશન ઓફિસમાં તેની કડક પૂછપરછ પણ કરવામાં આવી હતી પરંતુ પ્રિયાક્ષીએ દુનિયાનો સૌથી સુખી દેશ કેવો હોય એ જોવું હતું એવું કારણ આપતા તેને ત્યાં પ્રવેશવાની અનુમતિ મળી હતી. જે-તે જગ્યાને ખરેખરી માણવી હોય તો ત્યાં શાંતિથી સમય વિતાવવો જોઈએ એ ફિલોસોફીમાં માનતી પ્રિયાક્ષીએ ભૂતાનની ફૂનશુલીંગ, પારો અને ટિમ્ફૂ એમ ત્રણ જગ્યા ફરવાનું પસંદ કર્યું હતું. ત્યાં એક પણ ખરાબ અનુભવ નથી થયો પોતાના પ્રવાસ અંગે પ્રિયાક્ષી જણાવે છે કે મને ત્યાં કોઈ ખરાબ અનુભવ નથી થયો. ઈન્ફેકટ લોકોને ખબર પડે કે હું સોલો ટ્રાવેલિંગ કરું છું તો લોકો મને મદદ કરતા. મારી સલામતી માટે મેં ચપ્પુ અને સ્પ્રે જેવી વસ્તુઓ રાખી હતી. લોકલ સિમકાર્ડ પણ ખરીદેલું પણ એ બધી વસ્તુઓ વાપરવાની જરુરત જ ન ઉભી થઈ. સાવ અજાણ્યા લોકો મને તેમની સાથે જમવા બોલાવતા, મને લિફટ આપતા. પ્રવાસ દરમિયાન હું કેટલાય લોકોના સંપર્કમાં આવી. તેમની લાઈફ અંગે જાણવાની મને બહુ મજા આળી. મેં પારોમાં આવેલા ટાઈગર્સ નેસ્ટ મોનેસ્ટેરી પર ચઢાણ પણ કર્યું હતું. આવી સરસ જગ્યાએ લોકો કચરો ફેલાવતા એ જોઈને મને ન ગમ્યું અને મે ત્યાં પડેલો કચરો મારી પાસેની બેગમાં ભરી ઉપાડવાની શરુઆત કરેલી. મારુ જોઈ  અન્ય લોકો પણ સફાઈ અભિયાનમાં જોડાઈ ગયેલા.

Post Comments