Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કપડવંજના હેરિટેજની કફોડી હાલત

હેરિટેજ પ્રેમીઓએ કપડવંજ વિસ્તારમાં વૉક કરી સોલંકી વંશનાં સ્થાપત્યો વિશે જાણકારી મેળવી

છેલ્લા ઘણા સમયથી  વેકેશનનાં સમયનો સદઉપયોગ થાય અને લોકોમાં હેરિટેજ સ્મારકો વિશે જાણકારી વધે તે માટે અતુલ્ય વારસો દ્વારા શહેરની નજીકનાં હેરિટેજ વિસ્તારોમાં વૉકનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રવિવારે કપડવંજનાં પ્રવાસનું આયોજન કરાયું હતું. કપડવંજ શહેરમાં ૧૦મી અને ૧૧મી સદીનાં સોલંકી રાજવીઓ દ્વારા બાંધવામાં આવેલા સ્મારકો આવેલા છે. ઉપરાંત ૧૯મી સદી સુધીનાં સ્મારકોનાં અવશેષો પણ અહી જોવા મળે છે. જો કે શહેરનાં મોટાભાગનાં હેરિટેજ સ્મારકોની હાલત વર્તમાન સમયમાં કફોડી છે.

ઐતિહાસિક સ્મારકો પર દબાણ વધી રહ્યાં છે. અને પૌરાણીક બાંધકામ ઘસાઇ રહ્યું છે. મુખ્ય બે સ્મારક કુંડ અને વાવને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયા છે. પરંતુ તેની કાળજી માત્ર કાગળ પર જ છે.

૨૫ સભ્યોએ વારસાના મહત્ત્વની જાણકારી મેળવી

કપડવંજમાં કુંડવાવ, કીર્તિતોરણ, વ્હોરવાડ, કાષ્ટકલાના મકાનો, બત્રીસ કોઠાની વાવ વગેરે સ્મારકો આવેલા છે. કાષ્ટકલાનાં મકાનો તેની અદભૂત કલા-કારીગરી માટે જાણીતા છે. ઉપરાંત શહેરની વિવિધ ઇમારતો પણ હેરિટેજની ઝાંખી કરાવે છે. હેરિટેજ વૉકનાં ૨૫ સભ્યોએ કપડવંજનાં ઐતિહાસિક વારસાનાં મહત્ત્વ વિશેની જાણકારી મેળવી હતી.

નાના શહેરોના વારસાને પણ દત્તક લેવા જોઇએ

વર્તમાન સમયમાં ખાનગી સંસ્થા અને કંપનીઓ દ્વારા મોટા હેરિટેજ સ્થાપત્યોને દત્તક લેવામાં આવે છે. ત્યારે આવા નાના શહેરમાં છુપાયેલા હેરિટેજને પણ જો ખાનગી સંસ્થા કે કંપની દ્વારા દત્તક લેવાય તો આ સ્થાપત્યોની જાળવણી કરી શકાય છે અને લોકો સમક્ષ ફરીથી જુના વારસાને મુકી શકાય. - કપિલ ઠાકર

Post Comments